સૈફ અલી ખાન સ્ટારર સિરીઝ તાંડવનું ટીઝર રિલીઝ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
સૈફ અલી ખાન સ્ટારર સિરીઝ તાંડવનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થવાની છે. અલી અબ્બાસ ઝફરે આ રાજકીય નાટકને ક્રિએટ કર્યું છે. હિમાંશુ મેહરા અને અલી અબ્બાસે તેનું નિર્માણ કર્યું હતું. વેબ સિરીઝનું પ્રીમિયર ૧૫ જાન્યુઆરીએ થશે. એક મિનિટના ટીઝરની શરૂઆત ભારે ભીડ અને રાજકીય ઝંડા સાથે થઈ હતી. આ સિરીઝમાં સૈફ રાજકારણીના રોલમાં જાેવા મળી રહ્યો છે. ટીઝરમાં પણ સૈફની એન્ટ્રી જાેરદાર જાેવા મળી રહી છે. તો વળી બેકગ્રાઉન્ડમાં એક અવાજ આવી રહ્યો છે કે હિન્દુસ્તાનને માત્ર એક જ વસ્તુ ચલાવી રહી છે, રાજકારણ. આ દેશમાં વડા પ્રધાન જ રાજા છે.

તાંડવમાં સૈફ અલી ખાન મેઈન રોલમાં છે. તેમના સિવાય ડિમ્પલ કાપડિયા, તિગ્માંશુ ધુલિયા, સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય જીશાન અયૂબ ખાન, કૃતિકા કામરા, કુમૂદ મિશ્રા, ગૌહર ખાન, અનૂપ સોની, સારાહ-જેન ડાયસ, કૃતિકા અવસ્થી, ડીનો મોરિયા અને પરેશ પહુજા છે. ટીઝરમાં લગભગ તમામ સ્ટાર્સની હાઈલાઈટ્‌સ બતાવવામાં આવી છે. વેબ સિરીઝ રાજકારણ પર આધારિત છે. આમાં રાજકારણીઓના ઉલ્ટા સીધા દાવ જાેવા મળશે. તાંડવ ફિલ્મ નિર્માતા અલી અબ્બાસ ઝફર અને ડિમ્પલ કાપડિયાનું ડિજિટલ ડેબ્યૂ છે.

વેબ સિરીઝ વિશે વાત કરતા અલી અબ્બાસ ઝફરે કહ્યું, તાંડવ દ્વારા અમે દર્શકોને રાજકારણ અને સત્તાની ભૂખી દુનિયામાં લઈ જવાના છીએ. આ શો જાેતાની સાથે જ તમને ખ્યાલ આવશે કે ત્યાં કોઈ અધિકાર સાચો કે ખોટો નથી હતો, કોઈ કાળો કે કોઈ સફેદ નથી હોતો. તમને ગ્રે શેડ્‌સ જાેવા મળશે. હું ઉત્સાહિત છું કે મેં ડિજિટલમાં નિર્માતા-દિગ્દર્શક તરીકે શરૂઆત કરી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.