ડિવોર્સની લડાઈમાં ભાઈ નહીં ભાભી સાથે છે સુષ્મિતા

ફિલ્મી દુનિયા

મુંબઈ,ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા અને સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને એક વર્ષ ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. જાેકે, લગ્નના થોડા જ દિવસોમાં બંને વચ્ચે વિખવાદ શરૂ થઈ ગયો હતો. ચારુ અને રાજીવના સંબંધો મીડિયામાં પણ ઉછળતા રહ્યા છે. ઝઘડાના થોડા દિવસ બાદ તેઓ પેચઅપ કરી લેતા હતા. પરંતુ આ વખતે તેઓ જાણે ઝઘડો ઉકેલવાના મૂડમાં નથી અને ડિવોર્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચારુ અસોપાનો રાજીવ સાથેનો સંબંધ ભલે ‘હેલ્ધી’ના રહ્યો હોય પરંતુ નણંદ સુષ્મિતા સેના સાથે તેના સંબંધો પ્રેમ અને હૂંફથી ભરેલા છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં ચારુ અસોપાએ નણંદને પોતાનો સૌથી મોટો સપોર્ટ ગણાવી છે. પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં ‘મેરે અંગને મેં’ની એક્ટ્રેસ ચારુ અસોપાએ કહ્યું, “મારા નણંદ ખૂબ સારા છે.

તેમના સિવાય હું મારા પ્રોબ્લેમ અન્ય કોઈની સાથે વહેંચવામાં સહજ નથી કારણકે બધાને બધી ખબર છે પણ ચારુને પૂછવામાં આવ્યો કે આ મુશ્કેલ સમયમાં કોણ તેને ઈમોશલ સપોર્ટ આપી રહ્યું છે ત્યારે તેણે કહ્યું, “મારા વકીલ, મારો ભાઈ અને મારા નણંદ મારો સૌથી મોટો સપોર્ટ છે. ઈમોશનલ સપોર્ટ માટે મારી પાસે કોઈ નથી. હું ઝિઆનાને એકલા હાથે જ ઉછેરી રહી છું. પહેલા તે માંદી પડી અને પછી હું બીમાર પડી ગઈ. એકસાથે ઘણું થઈ રહ્યું છે અને મારી પાસે મજબૂત રહીને લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. મારી પાસે નબળું પડવાનો વિકલ્પ જ નથી. ડિવોર્સના અહેવાલો વચ્ચે તાજેતરમાં જ રાજીવ સેને ચારુ સાથેનો સુંદર ફોટો શેર કર્યો હતો જેમાં કપલ ખુશ દેખાતું હતું. આ જાેઈને ચારુ સ્તબ્ધ રહી ગઈ હતી. આ વિશે વાત કરતાં તેણે જણાવ્યું, “આ બધાની વચ્ચે રાજીવે અમારો એક જૂનો ફોટો શેર કર્યો છે. તેણે આ કેમ કર્યું તેનો મને કોઈ અંદાજાે નથી. લોકોની જેમ હું પણ આ જાેઈને દંગ રહી ગઈ હતી.

મને નથી ખબર કે એ શું વિચારી રહ્યો છે અને હું તો લોકોના આવા બેવડા ધોરણોથી કંટાળી ગઈ છું. અમારી વચ્ચે કોઈ જ વાતચીત નથી થતી, અમે માત્ર અમારા વકીલો થકી જ વાટાઘાટ કરી રહ્યા છીએ. અમે એકબીજાને નોટિસ મોકલી રહ્યા છીએ. ઘરમાં અમે આ મુદ્દે લડી નથી શકતાં પરંતુ બધાને ખબર છે કે આ થઈ રહ્યું છે. જ્યારે મારા વકીલ રાજીવના વકીલનો સંપર્ક કરે ત્યારે તેઓ જવાબ નથી આપતા અને તેના કારણે બધું જ વિલંબિત થઈ રહ્યું છે. વિલંબનું કારણ મને સમજાતું નથી.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.