સુશાંત કેસ: NCB પર દીપેશ સાવંતે લગાવ્યા સણસણતા આરોપ, 10 લાખના વળતરની કરી માંગ.

ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ અત્યાર સુધી લગભગ 22 લોકોની ધરપકડ થઈ ચુકી છે. આમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા અને સ્ટાફ દીપેશ સાવંત સામેલ છે. રિયા ચક્રવર્તીને જામીન પર છોડી મુકવામાં આવી છે. તો હવે જામીન પર છૂટેલા દીપેશ સાવંતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

દીપેશે આરોપ લગાવ્યો છે કે એનસીબીએ ગેરકાયદેસર રીતે તેની ધરપકડ કરી હતી અને 10 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે દીપેશે અરજીમાં લખ્યું છે કે એનસીબીએ તેને તેના ઘરેથી 4 સપ્ટેમ્બરના રાત્રે 10 વાગ્યે કસ્ટડીમાં લીધો હતો, જ્યારે મેજિસ્ટ્રેટ સામે 36 કલાક બાદ એટલે કે 6 ડિસેમ્બરની બપોરે હાજર કર્યો. અરજીમાં એ પણ લખવામાં આવ્યું છે કે રેકૉર્ડ્સમાં ધરપકડને 5 ડિસેમ્બર 8 વાગ્યે બતાવવામાં આવી છે.

રિપોર્ટ્સ છે કે દીપેશ એનસીબીથી 10 લાખ રૂપિયા વળતરની માંગ કરી રહ્યો છે. દીપેશની એનસીબીએ ડ્રગ્સ ખરીદી અને પેડલર્સના આરોપમાં ધરપકડ કરી હતી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા લગભગ 1 મહિનો જેલમાં રહ્યા બાદ જામીન પર છૂટી ગઈ છે. તો બીજી તરફ સીબીઆઈએ અત્યારે પણ સુશાંત કેસની તપાસ પૂર્ણ નથી કરી. જો કે AIIMS પેનલના રિપોર્ટ પ્રમાણે, સુશાંતે સુસાઇડ કર્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.