ઓરેન્જ મિની સ્કર્ટમાં સની લિયોનીનો બોલ્ડ અવતાર

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડમાં બેબી ડોલથી ફેમસ થયેલી એક્ટ્રસ સની લિયોની અવારનવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી સની લિયોનીએ હાલમાં જ કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તે ઓેરેન્જ મિની સ્કર્ટ અને પ્રિન્ટેડ ક્રોપ ટોપમાં ઘણી સુંદર લાગી રહી છે. સની લિયોની ઈન્ડસ્ટ્રીમાં પોતાના અલગ અંદાજ અને યુનિક ફેશન સેન્સ માટે જાણીતી છે. એક્ટ્રેસ દર વખતે પોતાના લુકથી ફેન્સને સરપ્રાઈઝ આપે છે. આ વખતે પણ તેની સ્ટાઈલ અને ફેશને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ખુલ્લા વાંકડિયા વાળ અને ગ્લેમ મેકઅપમાં તે સુંદર લાગી રહી છે. તેણે પોતાના લુકને કમ્પ્લિટ કરવા માટે હાઈ હિલ પહેર્યા છે. તેણે પોતાની પોસ્ટમાં છ તસવીરો શેર કરી છે. તેને હોઠ પર પિંક કલરની લિપસ્ટિર લગાવી છે અને ફંકી જ્વેલરીમાં તેનો લુક એકમદ આકર્ષક લાગી રહ્યો છે. સની અલગ અલગ તસવીરોમાં અલગ અલગ એન્ગલમાં કેમેરા માટે પોઝ આપે છે. ક્યારેક તે ફોટોમાં પોતાની બોડીને મિડ પોઈન્ટ ફ્લોન્ટ કરતી જાેવા મળે છે તો ક્યારે સાઈડ પાર્ટમાં.

સની લિયોનીએ પોતાની સુંદર તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું ‘ૐીઅ રીઅ’ છે. સની લિયોનીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં સની લિયોની એકદમ હોટ લાગી રહી છે. તેના ફેન્સ તેના ફોટો પર હોટ, ફ્લાવર અને ફાયર ઈમોજી શેર કરી તેના લુકના વખાણ કરી રહ્યા છે. આ પહેલા સનીએ વ્હાઈટ આઉટફિટમાં પોતાનો સુંદર ફોટો શેર કર્યો હતો, જેમાં તેનો મેકઅપ શાનદાર હતો દરેક તેના લુક દિવાના થઈ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.