સન્ની લિયોનીએ નવા ગીત ‘મરાઠી મૂગલી’નો લૂક કર્યો જાહેર

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ તેની આગામી ફિલ્મ ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ અર્જુન રામપાલ અને સન્ની લિયોન પણ તેમની ફિલ્મના પ્રમોશન માટે દેખાયા હતા. આ દરમિયાન અર્જુન રામપાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ઐતિહાસિક વાર્તા પર આધારિત ફિલ્મ છે અને આ ફિલ્મ આવતા વર્ષે ૨૦૨૧ માં રિલીઝ થશે.
સની લિયોન અર્જુન રામપાલ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. તાજેતરમાં જ સની લિયોની તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફિલ્મ ગીતનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે ‘મરાઠી મૂલગી’ નો લુક શેર કર્યો છે. આ વીડિયોમાં સની લિયોની ખૂબ જ સુંદર છે. ચાહકો આ શેર કરેલી વિડીયોને ખૂબ જ પસંદ કરે છે અને ટિપ્પણી પણ કરી રહ્યા છે.
સની લિયોનીએ આ ગીતનો વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘હો આલી રી આલી . મરાઠી મૂલગી આલી’. સની લિયોનના આ ગીતને અત્યાર સુધીમાં લાખો વાર જાેવામાં આવ્યું છે. આ ગીતમાં સનીએ જબરદસ્ત એક્સપ્રેશન આપ્યા છે. ગાયક શ્રેયા ઘોષાલે આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.