સની દેઓલની ગદર 2 એ તોડ્યો બાહુબલી 2 નો આ રેકોર્ડ, જવાનના તૂફાને પણ ગદર 2 ને રોકી શક્યું નહીં

ફિલ્મી દુનિયા

આ સમયે થિયેટરમાં ભારે રોનક છવાયેલી છે. સની દેઓલની ગદર 2 પછી જવાનનો જાદુ થિયેટરમાં જોવા મળી રહ્યો છે. જવાનની રિલીઝ સાથે જ અગાઉ રિલીઝ થયેલી ફિલ્મોની કમાણી પર ખાસ્સી અસર થઈ છે. એવું માનવામાં આવતું હતું કે જવાન રિલીઝ થયા પછી, સની દેઓલની ગદર 2 માટે બાહુબલીનો રેકોર્ડ તોડવો ખૂબ મુશ્કેલ હશે. પરંતુ સનીની ફિલ્મે રિલીઝના 29માં દિવસે બાહુબલી 2નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

જવાન રિલીઝ થતાની સાથે જ ગદર 2 ની કમાણીની ગતિ ઘણી ધીમી પડી ગઈ હતી. પરંતુ 29મા દિવસના કલેક્શન બાદ ગદર 2 હિન્દી સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જે બાદ સની દેઓલ અને તેના ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ગદર 2 એ રિલીઝ થયા બાદ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સની દેઓલ અને અમીષા પટેલની જોડીએ ચાહકોના દિલમાં ઘર કરી લીધું છે. 29માં દિવસે ગદર 2 ના બિઝનેસની વાત કરીએ તો, પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મે 1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે બાદ સની દેઓલની ફિલ્મનું કુલ કલેક્શન 511 કરોડ થઈ ગયું છે. જ્યારે બાહુબલી 2નું કુલ કલેક્શન 510.99 કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં ગદર 2 એ પ્રભાસની ફિલ્મને જોરદાર હાર આપી છે. તમને જણાવી દઈએ કે, સની દેઓલની ફિલ્મ 11 ઓગસ્ટના રોજ થિયેટરમાં આવી હતી. ગદર 2 એ પ્રથમ દિવસે જ તેની ભારે પકડ જાળવી રાખી હતી.

બાહુબલી 2 એ સાઉથની સાથે હિન્દી સિનેમામાં પણ ચાહકોનું દિલ જીતી લીધું હતું. પૈન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. બાહુબલી 2 એ પાંચ અઠવાડિયામાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન 510.99 કરોડ છે. પ્રભાસે પણ આ ફિલ્મથી હિન્દી સિનેમાના ચાહકોના દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.