સૌમ્યા ટંડને દેવુ ચૂકવવા માટે ફેન્સની મદદ માગી

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટીવીનો પોપ્યુલર શો ભાભી જી ઘર પર હૈ ફેમ એક્ટર દિપેશ ભાનનું થોડા દિવસ પહેલાં નિધન થઈ ગયું હતું. એક્ટરની કો-સ્ટાર સૌમ્યા ટંડને દિપેશની ફેમિલીની હેલ્પ કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર એક પહેલ કરી છે. તેણે વીડિયો શેર કરી લોકોને પૈસા ડોનેટ કરવા માટે કહ્યું, જેનાથી દિપેશની ફેમિલીને ૫૦ લાખની હોમ લોન ચૂકવવામાં મદદ મળી શકે. સાથે જ તેણે દિપેશની સાથે પોતાની કેટલીક યાદોનો પણ ઉલ્લેખ કર્યો છે.

વીડિયોમાં સૌમ્યા કહેતી જાેવા મળી રહી છે કે, દિપેશ ભાન હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની યાદ હંમેશાં આપણી સાથે છે. તેઓ ઘણા સારા વ્યક્તિ હતા અને હંમેશાં પોતાના ઘર વિશે વાત કરતા હતા. આ ઘર તેમણે પોતાના પરિવાર માટે લોન પર ખરીદ્યું હતું. તેમણે ૧૮ મહિનાનો એક દીકરો પણ છે. તેઓ બહું જલ્દી આપણે બધાને છોડીને જતા રહ્યા. હવે આપણે તેના દીકરાને તેનું ઘર પાછું અપાવીને, તેની લોન ચૂકવી શકીએ છીએ.

સૌમ્યાએ વધુમાં જણાવ્યું કે, મેં એક ફંડ અકાઉન્ટ બનાવ્યું છે અને જે પણ પૈસા ભેગા થશે તે દિપેશની પત્નીને આપવામાં આવશે. જેનાથી તે પોતાની હોમ લોન ચૂકવી શકે. દિપેશના સપનાને સાકાર કરવા માટે તમે પણ કન્ટ્રિબ્યુશન કરો. સૌમ્યાએ વીડિયોની સાથે ફંડ અકાઉન્ટની લિંક પણ શેર કરી છે. દિપેશ ભાનનું નિધન ૨૩ જુલાઈના રોજ ક્રિકેટ રમતા સમયે થયું હતું. હકીકતમાં દિપેશ સવારે લગભગ ૭ વાગે જીમ જઈ રહ્યો હતો અને વચ્ચે ક્રિકેટ રમવા માટે રોકાય ગયો અને અચાનક બેભાન થઈને પડી ગયો. તેના કો-સ્ટાર આસિફ શેખના અનુસાર, એક્ટરને બ્રેન હેમરેજ થયું હતું. તેમણે ‘ભાભી જી ઘર પર હૈ’ માં મલખાનની ભૂમિકા નિભાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.