નાના સાથે સ્ટેજ પર બેસીને નવ્યાએ કરી માસિકની ચર્ચા

ફિલ્મી દુનિયા

મુંબઈ, નવ્યા નવેલી નંદા અત્યારે ઘણી ચર્ચામાં છે. નવ્યા નવેલી નંદાએ તાજેતરમાં જ પોતાનો પોડકાસ્ટ શૉ શરુ કર્યો છે. નવ્યા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી નથી પરંતુ તે પોતાના ફેશન સ્ટાઈલને કારણે પણ વખણાય છે. નવ્યા નવેલી નંદા શ્વેતા બચ્ચ અને નિખિલ નંદાની દીકરી છે. તે સેવાભાવી કાર્યો પણ કરતી હોય છે. અને સામાજિક કાર્યને લગતી એક ઈવેન્ટમાં તાજેતરમાંજ તે જાેવા મળી હતી. નવ્યા નવેલી નંદા સાથે આ ચર્ચામાં તેના નાના અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા.

નવ્યા નંદા બિઝનસ વુમન છે. તેણે આ પ્લેટફોર્મ પર નાનાની હાજરીમાં માસિક જેવા વિષય પર ખુલીને વાત કરી હતી. સામાન્યપણે લોકો આ વિષય પર વાત કરવાનું ટાળતા હોય છે, પરંતુ નવ્યાનું માનવું છે કે હવે સમાજમાં પ્રગતિ થઈ રહી છે. નવ્યા નવેલી નંદા, અમિતાભ બચ્ચન, દિયા મિર્ઝા અને રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ સ્વાસ્થ્યને લગતી એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ ચર્ચા કરવામાં આવી હતી. નેશનલ ક્રશ તરીકે ઓળખાતી રશ્મિકા મંદાનાએ જણાવ્યું કે, કિશોર અવસ્થામાં લોકો ટેબૂ ટોપિકની ચર્ચા માતા-પિતા સાથે કરવાનું ટાળતા હોય છે. અમિતાભ બચ્ચને પણ આ વાતમાં હામી ભરી હતી.

નવ્યાએ પોતાની વાત મૂકતા કહ્યું કે, નાનાએ કહ્યું તેમ માસિકએ જીવનનો એક ભાગ છે. તેનાથી આપણે શરમાવવાની કોઈ જરૂર નથી. લાંબા સમયથી પિરિયડ્‌સને એક વર્જિત વિષય માનવામાં આવતો હતો. પરંતુ હવે પ્રગતિ થઈ રહી છે. હકીકત એ છે કે આજે આપણે એક પ્લેટફોર્મ પર સાથે બેઠા છીએ, સેંકડો લોકો આપણને જાેઈ રહ્યા છે અને આપણે માસિકની ચર્ચા કરી રહ્યા છીએ, આ એક પ્રગતિનો સંકેત જ છે. નવ્યાએ વધુમાં જણાવ્યું કે, માત્ર મહિલાઓએ જ નહીં, પુરુષોએ પણ આ ચર્ચામાં ભાગ લીધો તે ઘણી સારી વાત છે.

કોઈ પણ બદલાવની શરુઆત ઘરેથી થાય છે. સમાજની વાત પછી આવે છે, પહેલા તો પ્રત્યેક મહિલાને પોતાના ઘરમાં પોતાના શરીર વિશે સુરક્ષિત અને સહજ અનુભવ થવો જાેઈએ. હું સદ્દનસીબે એવા વાતાવરણમાં મોટી થઈ છું જ્યાં ઘરમાં આ પ્રકારના સંવાદ સહજતા સાથે થતા હતા. ઉલ્લેખનીય છે કે નવ્યા મહિલાઓ માટેના એક હેલ્થકેર પોર્ટલની કો-ફાઉન્ડર છે. આ પ્લેટફોર્મની શરુઆત ૨૦૨૦માં થઈ હતી. આ સિવાય તેણે પ્રોજેક્ટ નવેલી નામના એક કેમ્પેઈનની શરુઆત કરી હતી, જેમાં જાતિય ભેદભાવને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.