કપિલ શર્મા શો બંધ થાય તે પહેલા સિદ્ધુની ફરી થશે એન્ટ્રી?
મુંબઈ, કોન્ટ્રોવર્સી બાદ ૨૦૧૯માં બાદ નવજોત સિંહ સિદ્ધુની ધ કપિલ શર્મા શોમાંથી એક્ઝિટ થઈ હતી. જે બાદ તેમનું સ્થાન અર્ચના પુરણ સિંહે લીધું હતું, ત્યારથી તેઓ શોનો ભાગ છે અને ચાર વર્ષથી ખુરશી સંભાળી છે. આ માટે માત્ર કોમેડિન કપિલ શર્મા અને તેની ટીમ જ નહીં પરંતુ મહેમાન બનતા સેલેબ્સ પણ ઘણીવાર તેની મજાક ઉડાવે છે. લેટેસ્ટ એપિસોડમાં ફરીથી આવું કંઈક થવાનું છે. વાત એમ છે કે, રેણુકા સહાણે, મિનિ માથુર, પારિઝાદ કોલાહ અને રિચા અનિરુદ્ધTKSSનાગેસ્ટ બનવાના છે.
ચેનલના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આગામી એપિસોડનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં કપિલ સિદ્ધુની શોમાં એન્ટ્રીની જાહેરાત કરી અર્ચનાને હેરાન કરતો દેખાયો. પારિઝાદ કોલાહ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ હોસ્ટ કરી ચૂકી છે, જેમાં નવજોત સિંહ સિદ્ધુ જજ હતા. પ્રોમોમાં કપિલ પારિઝાદને કહે છે કે જો તે બોલાવશે તો સિદ્ધુ ચોક્કસથી આવશે. આ સાંભળી અર્ચના થોડી ચિંતિત થઈ જાય છે અને પારિઝાદને હાથથી ઈશારો કરી ના પાડે છે. કપિલ ફરી તેને અનાઉન્સમેન્ટ કરવા કહે છે અને એન્ટરન્સ તરફ જોઈ કહે છે ‘ઠોકો તાલી’, જે સિદ્ધુનો ટ્રેડમાર્ક ડાયલોગ હતો. અર્ચાના આઘાત સાથે દરવાજા તરફ જુએ છે.
પ્રોમોમાં કપિલ શર્મા કૃષ્ણા અભિષેકને શોમાંથી બ્રેક લેવા અંગે ચીડવતો દેખાયો. રેણુકા સહાણે તે પતલો લાગી રહ્યો હોવાનું કહેતા, કૃષ્ણાએ કહ્યું કે તે બ્રેક પર હતો. તો કપિલે કહ્યું ‘બીજી ચેનલ ખાવા નથી દેતી તો તું કેમ જાય છે ત્યાં?’ આ સાંભળી કૃષ્ણા હસવા લાગે છે. જણાવી દઈએ કે, આ સીઝન શરૂ થઈ તે પહેલા કૃષ્ણા અભિષેકે તે શોનો ભાગ ન હોવાની જાહેરાત કરી હતી. ફીને લઈને મેકર્સ સાથે મતભેદ હતો. આખરે ઈશ્યૂ સોલ્વ થઈ જતાં શોમાં કમબેક કર્યું હતું.
૨૦૧૯માં પુલવામા અટેક બાદ નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનના પીએમઅને તેમના ખાસ મિત્ર ઈમરાન ખાનનો બચાવ કર્યો હતો. તેમણે ટ્વિટમાં કોઈનું નામ લીધા વગર કેટલાક લોકો માટે સમગ્ર દેશ અથવા વ્યક્તિઓને જવાબદાર ગણાવી શકાય નહીં તેમ કહ્યું હતું. તેમનું આ સ્ટેટમેન્ટ લોકોને પસંદ આવ્યું નહોતું અને તેમની સાથે ધ કપિલ શર્મા શોને પણ ટ્રેન્ડ કરી દીધો હતો. શોના મેકર્સ કોઈ પણ પ્રકારની ખોટી કોન્ટ્રોવર્સીમાં પડવા માગતા નહોતા. તેથી તેમણે સિદ્ધુને પરસ્પર સમજૂથી શોથી દૂર રહેવા માટે કહ્યું હતું. જે બાદ શોને બોયકોટ કરવાની ધમકી મળતાં તેમને કાઢી મૂકાયા હતા. કપિલ શર્મા અને તેની ટીમ ફરી એકવાર એક મહિનાની યુએસ ટુર પર જવાની છે, ત્યારે શો ઓફ એર થઈ જશે અનિલ કપૂર, આદિત્ય રાય કપૂર અને શોભિતા ધુલિપાલા ‘ધ નાઈટ મેનેજર ૨’ના પ્રમોશન માટે આવશે, જે છેલ્લો એપિસોડ હશે. જુલાઈના મધ્યમાં શો બંધ થઈ જશે. તેની જગ્યા ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ લેશે.