![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-84.jpg)
શ્રદ્ધા કપૂરે પિતા માટે ક્રાઈમ માસ્ટર ગોગો થીમની કેક તૈયાર કરાવી
૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ બોલિવુડના પીઢ અભિનેતા શક્તિ કપૂરનો ૭૦મો જન્મદિવસ હતો. શક્તિ કપૂરે ૭૦મો બર્થ ડે પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. શક્તિ કપૂરના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક તેમની દીકરી અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે બતાવી છે. પિતાના બર્થ ડે પર શ્રદ્ધા કપૂર અને તેના ભાઈ સિદ્ધાંતે ખાસ કેક તૈયાર કરાવડાવી હતી. શક્તિ કપૂરના બર્થ ડે માટે ‘ક્રાઈમ માસ્ટર ગોગો’ના થીમની કેક તૈયાર કરવામાં આવી હતી.
૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં શક્તિ કપૂરે ભજવેલું ક્રાઈમ માસ્ટર ગોગોનું પાત્ર ખૂબ પ્રચલિત થયું હતું. આ જ પાત્રના અલગ-અલગ પોઝના ખાઈ શકાય તેવા મિનિએચર કેક પર મૂકવામાં આવ્યા હતા. સાથે જ ડાયલોગ્સ પણ લખવામાં આવ્યા હતા. સાથે જ કેક પર ગન અને ગોળીઓ પણ જાેવા મળી રહી છે. કેક પર ‘હેપી બર્થ ડે, વી લવ યુ’ પણ લખવામાં આવ્યું હતું. આ તસવીરો શેર કરતાં શ્રદ્ધાએ લખ્યું, “મારા બર્થ ડે બાપુ. આઈ લવ યુ. આશા છે કે તમે મને જેટલો ગર્વ અપાવ્યો છે તેનો અડધો પણ હું તમને અપાવી શકું.” શ્રદ્ધાની આ પોસ્ટ પર ફેન્સ અને સેલિબ્રિટીઝે કોમેન્ટ કરીને શક્તિ કપૂરને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
જણાવી દઈએ કે, વીતેલા જમાનામાં શક્તિ કપૂર નેગેટિવ અને કોમિક બંને પ્રકારના રોલ કરીને ખૂબ પોપ્યુલર થયા હતા. ‘કુર્બાની’, ‘રોકી’, ‘હિંમતવાલા’, ‘હીરો’ જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ કરીને ફેમસ થયેલા શક્તિ કપૂરે કોમેડી રોલમાં પણ પોતાની ઓળખ ઊભી કરી હતી. ‘બાપ નંબરી બેટા ૧૦ નંબરી’, ‘બોલ રાધા બોલ’, ‘કુલી નંબર ૧’, ‘હીરો હિન્દુસ્તાની’ વગેરે જેવી ફિલ્મોમાં કોમિક રોલ કરીને પણ પ્રખ્યાત થયા હતા. શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો, તે છેલ્લે ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘બાગી ૩’માં જાેવા મળી હતી. હવે શ્રદ્ધા રણબીર કપૂર સાથે ડાયરેક્ટર લવ રંજનની અનામી ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મ ૮ માર્ચ ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની છે. આ સિવાય શ્રદ્ધા પાસે ‘ચાલબાઝ ઈન લંડન’ અને નિખિલ દ્વિવેદીની ‘નાગિન’ પણ છે.