શું ફિલ્મો બનાવવાનું બંધ કરી અમે ઘરે બેસી જઈએ? : વિજય દેવરકોન્ડા

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ બોયકોટ ટ્રેન્ડ પર રોજ એક નવા સ્ટારનું સ્ટેટમેન્ટ સામે આવી રહ્યું છે. બોયકોટ ટ્રેન્ડના કારણે અનેક ફિલ્મ પ્રોડ્યુસર્સ કરોડોનું નુકસાન ભોગવી રહ્યા છે અને બોલિવૂડમાં આગામી મૂવી રિલીઝને લઈને ફફડાટ છે. ક્યારે કયા એક્ટરના નામે કે ફિલ્મના નામે સોશિયલ મીડિયા પર ફતવો જાહેર થઈ જાય અને ફિલ્મને બોયકોટ કરવામાં આવે તે નક્કી નથી.

આગામી ૨૫ ઓગસ્ટે સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડેની ફિલ્મ ‘લાઈગર’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ વિશે વિજયે કહ્યું હતું કે, અમે ત્રણ વર્ષ સુધી આ ફિલ્મ બનાવવા માટે મહેનત કરી છે. અમે કોરોના સમયે અનેક મુશ્કેલી વેઠીને ‘લાઈગર’ બનાવી છે. હિન્દી બેલ્ટ ઓડિયન્સ સુધી ફિલ્મ પહોંચાડવા માટે કરણ જાેહર સર બેસ્ટ ઓપ્શન હતા અને જે રીતે તેમણે બાહુબલિ માટે મહેનત કરી હતી, તે તેની સફળતાથી સાબિત થઈ હતી. અમે દર્શકોને શું ગમશે તે વિચારીને ફિલ્મનું નિર્માણ કર્યું છે.

અત્યારસુધી અમને અમારા ફેન્સ પ્રેમ કરતા હતા અને અચાનક એક સોશિયલ મીડિયા ટ્રેન્ડ થી આ પરિસ્થિતિ દરેક માટે બદલાઈ છે. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, મને એ નથી સમજાતું કે કેમ અમૂક લોકો અમને ટાર્ગેટ કરી રહ્યા છે અને એજન્ડા ચલાવી રહ્યા છે. ફિલ્મ સારી હોય તો તે ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતા મેળવે જ છે પરંતુ પહેલેથી લોકોને ફિલ્મ ન જાેવા માટે કહેવું અને તેમની માનસિકતા બદલવી ખોટું છે.

શું અમે ફિલ્મો બનાવવાનું બંધ કરી દઈએ? અને ઘરે બેસી જઈએ? રિસ્ટલી, વિજયે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ના પક્ષમાં નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ, સોશિયલ મીડિયા પર તેની ફિલ્મ ‘લાઈગર’ નો વિરોધ શરૂ થઈ ગયો હતો. આ ફિલ્મમાં વિશ્વ વિખ્યાત બોક્સર માઇક ટાયસન વિજય સામે બાથ ભીડાવતો નજર આવશે અને ફિલ્મ હિન્દીની સાથે તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.