તુનિષા શર્માને યાદ કરીને ભાવુક થયો શીઝાન ખાન

ફિલ્મી દુનિયા

મુંબઈ, તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં એક્ટર શીઝાન ખાન જામીન પર મુક્ત થયો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ શીઝાનના જામીન મંજૂર થયા હતા. જામીન પર મુક્ત થયાના એક મહિના બાદ શીઝાને પોતાની કો-એક્ટ્રેસ અને પૂર્વ ગર્લફ્રેન્ડ તુનિષા શર્માને યાદ કરીને કેટલાક ફોટોઝ અને વિડીયો શેર કર્યા છે. ૨૪ ડિસેમ્બરે તુનિષા શર્માએ ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલ’ના સેટ પર આત્મહત્યા કરી હતી. જે બાદ તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર શીઝાનની ધરપકડ કરવામાં આવી હતી.

તુનિષાના મોત બાદ પહેલીવાર શીઝાને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. શીઝાને ઈન્સ્ટાગ્રામ પર તુનિષા સાથે વિતાવેલી ક્ષણોને વિડીયોના રૂપે શેર કરી છે. તુનિષા અને શીઝાને ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલ’ના સેટ પર કરેલી મસ્તી અને બંને વચ્ચેની દોસ્તી તેમાં જોઈ શકાય છે. શીઝાને તુનિષા માટેની પોતાની લાગણીઓને કવિતા દ્વારા વ્યક્ત કરી છે. આ કવિતા શીઝાને જાતે લખી છે. શીઝાનની આ કવિતામાં તેની બહેનો ફલક, શફક અને અન્ય સભ્યોના નામ આવી જાય છે. શીઝાને આ કવિતમાં તુનિષાની સરખામણી પરી સાથે કરી છે. શીઝાને લખેલી કવિતાનો ભાવાર્થ કંઈક આ પ્રમાણેનો છે, ‘

એક પરી આકાશમાંથી ધરતી પર આવી હતી. તેની આંખમાં ગજબની અદા હતી. તેણે પોતાને ઓળખી નહીં, તે હવા જેવી હતી કયાંય અટકતી નહોતી. તેના દિલમાં કેટલાય વંટોળ દબાયેલા હતા પરંતુ તે કોઈને કહેતી નહોતી. એકાએક જ એ તોફાન થંભી ગયું છે અને વિચિત્ર સન્નાટો છે. કેટલાક વેરાયેલા ટુકાડાઓમાં અમને ફક્ત ઉદાસી મળી છે. દિલ એકાએક ભારે થયું છે અને આંખોમાં પાણી ઉતરી આવ્યા છે. તેની અને અમારી વચ્ચે હવે સદીઓની એકલતા છે. શફકને લાલી આપીને તે પાછી ફલકમાં જતી રહી છે. આકાશગંગામાં તેણે ઘર બનાવ્યું અને હવે ત્યાં જ વસી ગઈ. શીઝાનની આ પોસ્ટ પર તેની બહેન શફક નાઝે રેડ હાર્ટ ઈમોજી મૂકયું છે. સયંતની ઘોષે પણ ઈમોશનલવાળું ઈમોજી મૂકયું છે. એક્ટર અભિષેક અવસ્થીએ કહ્યું, *ખૂબ સુંદર લખ્યું છે ભાઈ. બધાના નામ સુંદર રીતે જોડયા છે.* આ સાથે જ કેટલાય ફેન્સે શીઝાનને હિંમત રાખવાની સલાહ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.