નિયા શર્માએ બોલ્ડ વીડિયો શેર કરતા અભિનેતાએ કહ્યું-તે તો હદ કરી

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ટીવી અભિનેત્રી નિયા શર્માતેના અભિનય કરતા વધારે બોલ્ડ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. તેની બોલ્ડનેસને કારણે નિયા શર્માની ઘણી વાર ચર્ચા થતી રહે છે. નિયા શર્માઅવાર નવાર ગ્લેમરસ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ કરતી રહે. સાથે જ તેના વીડિયો પણ શેર કરે છે અને જે ખુબ વાયરલ થતાં રહે છે. ત્યારે આ વખતે પણ કંઇક આવું જ જાેવા મળ્યું છે. નિયાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જાેઇને અનુપમાના ‘વનરાજ’ એટલે કે સુધાંશુ પાંડેએ પોતાની હેરાનગતિ જાહેર કરી છે. વીડિયોમાં નિયા શર્મા યેલ્લો કલરની ડીપ નેક ડ્રેસમાં જાેવા મળી રહી છે, જેમાં તે મિરર સામે મેકઅપ કરી રહી છે અને પોતાની લિપસ્ટિકને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે.
વીડિયોમાં નિયાએ પહેરેલો ડ્રેસ એકદમ હોટ જાેવા મળી રહ્યો છે અને તેનો બોલ્ડ અંદાજ પણ જાેવા જેવો છે. આ અંગે ટિપ્પણી કરતાં સુધાંશુ પાંડેએ લખ્યું છે કે આ છોકરીએ તો હદ કરી છે. સુધાંશુ સિવાય બીજી અનેક મોટી હસ્તીઓએ પણ તેના ફોટા પર ટિપ્પણી કરીને નિયાની પ્રશંસા કરી છે. નિયાનો આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અગાઉ પણ નિયાએ તેની બોલ્ડ તસવીરો સાથે સોશિયલ મીડિયાનો પારો વધાર્યો હતો.
હાલમાં જ અભિનેત્રી ગોવામાં ગઈ હતી, જ્યાં તેણે પોતાના એકથી એક ચઢિયાતા ફોટો શેર કર્યા હતા. જેમાં તે બિકીનીમાં અને ક્યારેક બોલ્ડ બ્લેક ડ્રેસમાં જાેવા મળી હતી. ઉલ્લેખનીય છે કે નિયાએ વર્ષ ૨૦૧૦માં તેની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ‘કાલી-એક અગ્નિક્ષા’થી ટીવી જગતમાં પગ મૂક્યો હતો. આ પછી તે ‘એક હજારો મેં મેરી બહના હૈ’માં પણ જાેવા મળી હતી અને ત્યારબાદ એક પછી એક આવી અનેક ટીવી સીરિયલ અને શોમાં તે જાેવા મળી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.