શાહિદે પત્નીના બર્થ ડે પર રાખી શાનદાર પાર્ટી

ફિલ્મી દુનિયા

મુંબઈ, બુધવારે (૭ સપ્ટેમ્બર) શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતનો ૨૮મો જન્મદિવસ હતો. મીરાએ પરિવાર અને નજીકના મિત્રો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. મીરાની બર્થ ડે પાર્ટીમાં પંકજ કપૂર, સુપ્રિયા પાઠક અને તેમની દીકરી સના કપૂર, શાહિદનાં મમ્મી નીલિમા અઝમી, ઈશાન ખટ્ટર તેમજ મીરાના પેરેન્ટ્‌સ હાજર રહ્યા હતા. તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસૂઝા, કુણાલ ખેમૂ હાજર રહ્યા હતા. મીરાની બર્થ ડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મીરાના ફિટનેસ ટ્રેનર સર્વેશ શશીએ પાર્ટીની ખાસ ઝલક દેખાડી છે. પાર્ટી માટે બર્થ ડે ગર્લ મીરા રાજપૂતે બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો હતો. શાહિદ કપૂરે પણ બ્લેક શર્ટ પહેરીને પત્ની સાથે ટિ્‌વનિંગ કર્યું હતું.

બર્થ ડે પાર્ટીમાંથી સામે આવેલી તસવીરો ચાડી ખાઈ રહી છે કે સેલિબ્રેશન કેટલું ધમાકેદાર રહ્યું હશે. એક તસવીરમાં બર્થ ડે ગર્લ મીરા રાજપૂત કેક સામે જાેઈ રહી છે. જ્યારે બીજી તસવીરમાં શાહિદ પ્રેમથી પત્ની મીરા સામે જાેઈને પોઝ આપી રહ્યો છે. એક તસવીરમાં મીરા રાજપૂત ડિનરનું મેનૂ વાંચતી નજરે પડે છે. મીરાના બર્થ ડે પર ‘હેપી બર્થ ડે મીરા બેલ’ લખેલી નિયોન સાઈન પણ જાેઈ શકાય છે. બર્થ ડે પાર્ટીમાં મીરા રાજપૂત પોતાના ફ્રેન્ડ્‌સ સાથે પોઝ આપતી અને મસ્તી કરતી જાેઈ શકાય છે.

મીરાની બર્થ ડે પાર્ટીમાં મોટાભાગના સેલેબ્સ અને પરિવારજનો બ્લેક અને વ્હાઈટ રંગના આઉટફિટમાં આવ્યા હતા. દમિયાન શાહિદ કપૂરે સાસુ તેમજ મમ્મી નીલિમા અને ભાઈ ઈશાન ખટ્ટર સાથે પોઝ આપ્યો હતો. શાહિદ કપૂરે મીરા માટે એક બર્થ ડે પોસ્ટ પણ મૂકી હતી. થોડા દિવસ પહેલા જ યોજાયેલી મીરાના મમ્મી-પપ્પાની એનિવર્સરીમાંથી તસવીર શેર કરતાં શાહિદે લખ્યું, “હેપી બર્થ ડે મારી લવર. આપણે જીવનના દરેક ઉતાર-ચડાવમાં સાથે રહીએ. ચહેરા પર સ્મિત અને આંખમાં ચમક સાથે આપણે કાયમ સાથે રહીએ.” મીરાએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું હતું, “આઈ લવ યુ ફોરએવર.” જણાવી દઈએ કે, શાહિદ અને મીરાએ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા અને કપલના બે બાળકો છે- દીકરી મિશા અને દીકરો ઝૈન.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.