‘ગુલાબો સિતાબો’ની રાઈટર જૂહી ચતુર્વેદી પર સ્ક્રપ્ટ ચોરીનો આક્ષેપ

ફિલ્મી દુનિયા

મુંબઇ,
બોલિવૂડ રાઈટર જૂહી ચતુર્વેદી પર સ્વર્ગીય રાઈટર રાજીવ અગ્રવાલના દીકરા અકીરાએ પોતાની વાર્તા ચોરી કરવાનો આક્ષેપ મૂક્્યો હતો. અકીરાનો આક્ષેપ છે કે જૂહીએ ‘ગુલાબો સિતાબો’ની ઉઠાંતરી કરી છે. જાકે, પ્રોડક્શન હાઉસે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. અકીરાના વકીલે ફિલ્મના પ્રોડ્યૂસર, ડિરેક્ટર તથા રાઈટરને નોટિસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૂહી પર ફિલ્મ ‘ઓક્ટોબર’ની સ્ક્રપ્ટ ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.
શૂજીત સરકારના ડિરેક્શનમાં બનેલી ‘ગુલાબો સિતાબો’માં જૂહીએ સ્ટોરી લખી છે, સ્ક્રીનપ્લે તથા સંવાદો પણ જૂહીના જ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના પહેલી જ વાર કામ કરી રહ્યાં છે. રાઈઝિંગ સન ફિલ્મ્સે ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.
અકીરાના વકીલ રિઝવાન સિદ્દીકીએ દાવો કર્યો છે કે રાજીવે સિનેસ્તાન ઈન્ડયાઝ સ્ટોરીટેલર સ્ક્રપ્ટ સ્પર્ધામાં પોતાની સ્ટોરી સબમિટ કરાવી હતી. આ સ્પર્ધામાં જૂહી ચતુર્વેદી જુરી મેમ્બર હતી. આ સ્ટોરી માર્ચ, ૨૦૧૮માં સબમિટ કરવામાં આવી હતી. તે જ વર્ષે ૨૮ જૂને ફાઈનલ Âસ્ક્રપ્ટ પણ સ્પર્ધામાં સબમિટ કરાવી હતી. તમામ જુરી મેમ્બર્સ સ્ક્રપ્ટ્‌સનો ઉપયોગ કરી શકે તેમ હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.