હાર્ટ અટેક બાદ ઈમોશનલ સપોર્ટ આપવા બદલ રેમોની પત્નીએ સલમાનનો આભાર માન્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડ ડિરેક્ટર તથા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને થોડાં દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રેમોને હાર્ટ અટેક આવ્યો હતો અને તે થોડો સમય હોસ્પિટલમાં હતો. હવે રેમોની તબિયત સારી છે. સારવાર દરમિયાન રેમોને સલમાન ખાને સપોર્ટ કર્યો હતો. હવે રેમોની પત્ની લિઝેલે સલમાન ખાનનો આભાર માન્યો હતો અને તેને એન્જલ કહ્યો હતો. લિઝેલે સોશિયલ મીડિયામાં પતિ સાથેની તસવીર શૅર કરી હતી.
તસવીર શૅર કરીને લિઝેલે કહ્યું હતું, ‘અત્યાર સુધીની મારી સૌથી સારી ક્રિસમસ ગિફ્ટ. આ ક્ષણને હંમેશાં સંભાળીને રાખીશ. છેલ્લું એક અઠવાડિયું ભાવનાત્મક રીતે ઉતાર-ચઢાવવાળું રહ્યું હતું અને હવે તને ગળે લગાવી રહી છું. મને ખબર છે કે હું તારી સામે સુપરવુમન જેવું વર્તન કરું છું. જાેકે, અચાનક જ મને નાનકડાં બાળક જેવી લાગણી થઈ, જે ક્યાંક ખોવાઈ ગયું છે. વધુમાં લિઝેલે કહ્યું હતું, ‘મને એક જ વાત પર વિશ્વાસ હતો, તે ભગવાન પર હતો અથવા તો તે આપેલા વચન પર હતો કે તું કોઈ પણ યૌદ્ધાની જેમ લડીને પરત આવીશ.
લિઝેલે સલમાન ખાનનો આભાર માનતા કહ્યું હતું, ‘હું દિલથી સલમાન ખાનનો આભાર માનું છું. તેમણે સતત ઈમોશનલ સપોર્ટ આપ્યો હતો. બહુ બહુ જ આભાર ભાઈ તમે એક એન્જલ છો, જે હંમેશાં હાજર હોય છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.