રીયલ લાઈફ હીરો સોનુ સૂદને માનવતાવાદી એવોર્ડ ૨૦૨૦થી કરાશે સન્માનિત

ફિલ્મી દુનિયા

મુંબઈ,
લોકડાઉનમાં સોનુ સુદ ખુબ ચર્ચામાં રહ્યા હતા. લોકડાઉન દરમિયાન પલાયન કરનારાઓની મદદે આવ્યા હતા. મસીહા તરીકે ઉભરી આવેલા બોલીવુડ અભિનેતા સોનુ સૂદ આજે પણ લોકોની મદદ કરતા જાેવા મળે છે. વિશ્વભરમાં તેમના આ અદભૂત કાર્યની પ્રશંસા થઇ રહી છે. અને આ ઉમદા વ્યક્તિત્વનું સન્માન થવા જઈ રહ્યું છે. નોર્વે બોલિવૂડ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનુ સૂદનું સન્માન કરવામાં આવશે.
તેમને માનવતાવાદી એવોર્ડ ૨૦૨૦થી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડથી સોનુને ૩૦ ડિસેમ્બરે સન્માનિત કરવામાં આવશે. જે વર્ચુઅલ ઇવેન્ટ હશે. ઓસ્લોના મેયર લોરેન્સકો સોનુ સૂદનું એવોર્ડથી સન્માન કરશે. સોનુ સૂદે નિશ્વાર્થભાવે લોકોની મદદ કરી છે અને કરી રહ્યા છે. તેઓ ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની ગયા છે. સોનુ સૂદની ફિલ્મ દબંગનું પ્રીમિયર નોર્વે બોલિવૂડ ફેસ્ટિવલમાં થયું હતું.
જેમાં તેઓએ વિલનની ભૂમિકામાં ભજવી હતી જેને ખુબ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી. હવે આ જ ઉત્સવમાં સોનુનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સોનુ સૂદ પર એક પુસ્તક પણ લખાયું છે જે સોનુએ લોકડાઉન દરમિયાન સ્થળાંતર કરી રહેલા કામદારોની મદદ કરી હતી એ અનુભવો વિશે છે. પુસ્તકનું શીર્ષક છે ‘આઈ એમ નોટ મસીહા’.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.