રણવીરે કહ્યું કે, વિક્કી કૌશલ માટે આ વર્ષ સારું રહ્યું

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ તેની ફિલ્મ્સ સિવાય આગવા અંદાજ માટે પણ જાણીતો છે. મંગળવારે તે ફિલ્મફેર એવોર્ડ્‌સને હોસ્ટ કરતો જાેવા મળ્યો, ત્યારે તેણે વિક્કી કૌશલ સાથે પોતાની સરખામણી કરી હતી. સાથે જ તેણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઇને પણ રસપ્રદ વાત કહી હતી. રણવીરે પોતાની અને વિક્કી વચ્ચેની સમાનતાઓ જણાવી હતી. રણવીરે કહ્યું કે, વિક્કી કૌશલ માટે આ વર્ષ સારું રહ્યું. વિક્કી અને હું બન્ને અમારી માતાના લાડકવાયા છે.

અમે બન્ને કરણ જાેહરની તખ્તમાં ભાઇઓની ભૂમિકા ભજવવાના હતા. અમને બન્ને ટોલ અને હેન્ડસમ છે. અમે બન્ને અમારી ફેરી ટેલ્સ જીવી રહ્યા છે. તેને પત્ની દીપિકા પાદુકોણ અને વિક્કીની પત્ની કેટરિના કૈફનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, લોકો અમને જણાવે છે કે તે બન્ને અમારી ઔકાત બહાર છે. રણવીરે આલિયા અને રણબીરના લગ્નની મજાક પણ ઉડાવી હતી. તેમના લગ્ન ઘરે થયા હતા. રણવીરે કહ્યું કે, આલિયા-રણબીરના લગ્ન સૌથી સરસ હતા. આ નાના, અંગત અને સહજ હતા.

જ્યારે ભોજનની વાત આવી તો તેમણે ખૂબ પૈસા બચાવ્યા. મારા સિંધી પિતા પણ તેમના લગ્નથી બહુ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, રણવીરને ફિલ્મ ૮૩ માટે બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો હતો. તેને આ ટ્રોફી આપવા દીપિકા પાદુકોણ આવી હતી. જ્યારે વિક્કી કૌશલને બેસ્ટ એક્ટર (ક્રિટિક ચોઇસ) એવોર્ડ ફિલ્મ સરદાર ઉધમ માટે મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.