ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”ના ડિરેક્ટર રાજામૌલીએ ખૂબ વખાણ કર્યા

ફિલ્મી દુનિયા

મુંબઈ, અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર હવે રીલિઝ થવાની તૈયારીમાં છે ત્યારે બાહુબલી ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીએ ફિલ્મ વિશે ઘણી રસપ્રદ વાત જણાવી છે. રાજામૌલીએ જણાવ્યું કે, તેમને આ ફિલ્મમાં સૌથી વધારે શું સારું લાગ્યું. આટલુ જ નહીં, તેમણે અયાન મુખર્જીના ખૂબ વખાણ પણ કર્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.

ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન રાજામૌલીએ જણાવ્યું કે, અયાને જે દુનિયા બનાવી છે તેનું સર્જન કરવું સરળ કામ નથી. અયાને જે શક્તિઓનું સર્જન કર્યું છે તેની પણ પોતાની મર્યાદાઓ છે. તેણે વિલનની પણ એવી રચના કરી છે કે તેનાથી વધારે મોટો અને ખતરનાક વિલન હોવાને અવકાશ છે. આ સરળ કામ નથી. આ કોઈ પરી કથા, એક સ્ટોરી કહેવા માટેની કોમર્શિયલ પદ્ધતિ છે. પરંતુ સાથે જ ફિલ્મ સંદેશ આપે છે કે તમામ અસ્ત્રોમાં પ્રેમ સૌથી શક્તિશાળી છે. મને બ્રહ્માસ્ત્રની આ જ બાબત સૌથી વધારે ગમે છે. અયાને સુનિશ્ચિત કર્યું કે, તમામ અસ્ત્રોમાં પ્રેમને શક્તિશાળી દર્શાવવામાં આવે. આ ફિલ્મમાં તેણે વાત સાબિત કરી છે કે પ્રેમ તમામ મુશ્કેલીઓને આસાન કરી શકે છે.

રાજામૌલીએ અયાન મુખર્જીના વખાણ કરતાં જણાવ્યું કે, અયાને એક એવી દુનિયાનું સર્જન કરવાનું સપનું સેવ્યું જે આપણે ક્યારેય નથી જાેઈ. આપણે ઈતિહાસમાં આ અસ્ત્રો વિશે શીખ્યા છીએ. બાળપણમાં પુરાણોનો આપણે અભ્યાસ કર્યો છે. આપણે આ અસ્ત્રો વિશે સાંભળ્યું તો છે પણ તેમની શક્તિનો અનુભવ નથી કર્યો. અને અયાનનું આ જ સપનુ હતું.૨૦૧૪થી આ ફિલ્મ બની રહી છે. કરણ જાેહર, રણબીર, આલિયા, નાગાર્જુન અને અમિત સરે તેને ખૂબ સમર્થન આપ્યું છે. મને પણ આ જર્નીનો ભાગ બનાવવા માટે આભાર વ્યક્ત કરુ છું.

પોતાની સુપરહિટ ફિલ્મ બાહુબલીની વાત કરતાં રાજામૌલીએ જણાવ્યું કે, મેં જીવનના પાંચ વર્ષ બાહુબલી ૨ને આપ્યા છે. અહીં આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેણે જીવનના ૧૦ વર્ષ એક ફિલ્મને આપ્યા, એક એવા વિચારને આપ્યા જેના પર તે વિશ્વાસ કરે છે. ઉલ્લેખનીય છે કે રાજામૌલી અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રેઝન્ટર છે.

બ્રહ્માસ્ત્ર સીરિઝનો પ્રથમ ભાગ ૯મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાનો છે. ફિલ્મના ગીતો ધીરે ધીરે રીલિઝ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર અને આલિયાની જાેડીને એકસાથે જાેવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.