RRRમાટે રાજામૌલીને મળ્યો અમેરિકન અવોર્ડ
મુંબઈ, એસ.એસ. રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મRRRએ દુનિયાભરમાં ધૂમ મચાવી છે. દેશમાં તો આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ જ છે, દુનિયામાં તેની કમાણીએ અનેક રેકોર્ડ તોડયા છે. ફિલ્મને વિવિધ દેશોમાં રીલિઝ કરવામાં આવી અને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને ભારત તરફથી તેને ઓસ્કરમાં મોકલવાની પણ માંગ ઉઠી હતી.RRRનેઓસ્કરમાં બેસ્ટ ફીચર ફિલ્મની કેટેગરીમાં નોમિનેશન નથી મળી શકયું, પણ તેના ડાઈરેક્ટર એસ.એસ. રાજામૌલીને અમેરિકાનો એક પ્રતિષ્ઠિત અવોર્ડ મળ્યો છે. રાજામૌલી પહેલા એવા ભારતીય ડિરેક્ટર છે જેમને આ સન્માન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે બાહુબલીની સફળતા પછી રાજામૌલીને કોઈ ઓળખની જરુર નથી રહી. બાહુબલીના બન્ને ભાગ સુપરહિટ સાબિત થયા હતા. અને પછી રાજામૌલીRRRલઈને આવ્યા. આ ફિલ્મમાં રામ ચરણ અને જૂનિયરNTRલીડ રોલમાં હતા. ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ ગેસ્ટ રોલમાં જોવા મળ્યા હતા. રાજામૌલીની આ ફિલ્મને ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાઈરેક્ટરનો અવોર્ડ મળ્યો છે. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલની શરુઆત ૧૯૩૫માં થઈ હતી અને ત્યારથી કોઈ પણ ભારતીય ફિલ્મમેકરને આ અવોર્ડ નથી મળ્યો. પરંતુ ૮૭ વર્ષ પછી એસ.એસ. રાજામૌલીએ આ અવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.
રાજામૌલીને આ અવોર્ડ મળતાં લોકો થોડા ચોંકી પણ ગયા છે. કારણકે આ કેટેગરીમાં સ્ટીવન સ્પીલબર્ગ, ડૈરોન એરોનોફસ્કી, સારા પોલી અને જીના પ્રિન્સ-બ્લાઈથવુડ જેવી દિગ્ગજ હોલિવૂડ હસ્તીઓ શામેલ હતી. પરંતુ રાજામૌલીએ તમામને માત આપીને અવોર્ડ જીત્યો છે.RRRના મેકર્સે આ ફિલ્મને ઓસ્કરમાં ૧૪ કેટેગરીમાં નોમિનેશન માટે સબમિટ કરી હતી. સ્ક્રીનપ્લે, સ્કોર, એડિટિંગ, સાઉન્ડ, બેસ્ટ સપોર્િંટગ એક્ટર, બેસ્ટ ડાઈરેક્ટર અને એડિટિંગ સામેલ છે. ઓસ્કર અવોર્ડ આપનાર અકેડમી ઓફ મોશન પિક્ચર્સ અને સાયન્સ છે, તેમાં દુનિયાભરના ફિલ્મ ટેક્નિશિયન્સ અને ફિલ્મ ક્રિટિક્સ જ્યુરી મેમ્બર હોય છે.
આ લોકો ઓસ્કર માટે દુનિયાભરથી નોમિનેટ કરવામાં આવેલી ફિલ્મો જુએ છે અને પછી નક્કી કરે છે કે તે આગળ જઈ શકે છે કે નહીં. હવે જ્યારે રાજામૌલીએ આ અમેરિકન અવોર્ડ જીત્યો છે તો માનવામાં આવી રહ્યું છે કેRRRબાબતે દુનિયાભરના ક્રિટિક્સની ઈમેજ વધારે ગંભીર અને સારી થઈ શકે છે. ઓસ્કરના જ્યુરી મેમ્બર્સ આ સન્માનને પણ ધ્યાનમાં રાખશે. વાતચીતમાં રાજામૌલીના પિતા અને લેખક વિજયેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, એક પિતા તરીકે હું ઘણો ખુશ છું. પરંતુ એક ફિલ્મ ટેક્નિશિયન તરીકે હું ઈચ્છુ છું કે આપણા યુવાનો અને ટેલેન્ટેડ ફિલ્મ ટેક્નિશિયન્સ પોતાના બારને ઉંચો સેટ કરે.