બાથરોબ પહેરી મિથુનના સોન્ગ પર ખૂબ નાચી પ્રિયંકા ચોપરા

ફિલ્મી દુનિયા

મુંબઈ, પ્રિયંકા ચોપરા હાલમાં જ તેની હેરકેર બ્રાન્ડને પ્રમોટ કરવા માટે મુંબઈ આવી હતી અને આ દરમિયાન ઈન્ટરનેટ પર તેના ઘણા ફન વીડિયો જાેવા મળ્યા હતા. એક્ટ્રેસ લોસ એન્જલસ સ્થિત ઘરે પરત ફરી છે અને ત્યાં દીકરી માલતી મેરી તેમજ પતિ નિક જાેનસ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ દરમિયાન તેનો સોશિયલ મીડિયા સ્ટાર રુહી દોસાની સાથેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પોતાની હેરકેર પ્રોડક્ટ પણ દેખાડી.

આ વીડિયોમાં પ્રિયંકા અને રુહી મિથુન ચક્રવર્તી અને સલમા આઘાની ફિલ્મ ‘કસમ પૈદા કરને વાલે કી’ના સોન્ગ ‘ઝૂમ ઝૂમ ધૂમ બાબા પર ડાન્સ કરતી દેખાઈ. વીડિયોમાં, પ્રિયંકા ચોપરા અને રુહી બહાર જવાનો પ્લાન કેન્સલ કરે છે અને વ્હાઈટ બાથરોબ પહેરી લે છે. તેઓ બપ્પી લહેરીના ક્લાસિક નંબર પર ડાન્સ કરવા લાગે છે અને આ દરમિયાન કેટલીક હેરકેર બ્રાન્ડનો ઉપયોગ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતાં રુહીએ લખ્યું છે ‘ઘરે રહીને તમારી મિત્ર સાથે પોતાની દેખરેખ રાખો. શું તમે ઘરે રહીને આરામ કરવાનું પસંદ કરો છો કે બહાર જવાનું?’. તેના પર કોમેન્ટ કરતાં એલી અવરામે લખ્યું છે ‘બેસ્ટ’, તો એક્ટ્રેસ તન્નાઝ ઈરાનીએ કોમેન્ટ કરી છે ‘બાર્થરોબ ગમ્યા…તે મને વેચી દે’. આ સિવાય બંનેના ફેન્સે હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે.

આશરે ત્રણ વર્ષ બાદ પ્રિયંકા ચોપરા ભારત આવી હતી અને તેનો મુખ્ય હેતુ હેરકેર બ્રાન્ડ પ્રમોટ કરવા સિવાય યુનિસેફ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કરવાનો પણ હતો. તે પોતાની ટીમ સાથે ઉત્તરપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ગઈ હતી અને ત્યાંની મહિલાઓ તેમજ નાના બાળકો સાથે વાતચીત કરી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલા કામના પણ તેણે વખાણ કર્યા હતા અને આટલા વર્ષોમાં ત્યાં તેણે કેવો સુધારો જાેયો તેના વિશે વાત કરી હતી. એક્ટ્રેસે ઉત્તર પ્રદેશની સરકારે મહિલાઓ પ્રત્યે જવાબદારીભર્યું વલણ અને રાજ્યમાં મહિલાઓની સ્થિતિમાં સુધારણા માટે કરેલી કામગીરીના વખાણ કર્યા હતા.

તેણે કહ્યું હતું કે, ‘છેલ્લા બે દિવસની મુલાકાત દરમિયાન, મેં અહીંયા મોટો ફેરફાર જાેયો. હકીકતમાં, ઉત્તર પ્રદેશને આ સુધારાની જરૂર હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સીરિઝ ‘સિટાડેલ’માં જાેવા મળવાની છે. આ સિવાય તે ફરહાન અખ્તરની ફિલ્મથી બોલિવુડમાં પણ કમબેક કરવાની છે. તે ‘જી લે ઝરા’માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.