પૉપ સિંગર શકીરાને સ્ટાર ફૂટબોલરે આપ્યો દગો

ફિલ્મી દુનિયા

પોપ સિંગર શકીરા (Pop singer Shakira) અને સ્ટાર ફૂટબોલર ગેરાર્ડ પિકના અલગ થવાની ચર્ચાઓ છે. પત્રકાર એમિલિયો પેરેઝ ડી રોજાસના જણાવ્યા અનુસાર, બાર્સેલોનાના ડિફેન્ડર ગેરાર્ડ પિક (gerard piqué and shakira) અને તેની પાર્ટનર શકીરા કેટલાંક અઠવાડિયાથી અલગ રહે છે. પત્રકારે દાવો કર્યો હતો કે પોપસ્ટારે થોડા અઠવાડિયા પહેલા અન્ય મહિલા સાથે પિકને જોયો હતો, જેના કારણે આ કથિત બ્રેકઅપ થયું છે.

શકીરા અને ગેરાર્ડને બે બાળકો છે

શકીરા ગેરાર્ડ કરતા 10 વર્ષ મોટી છે. શકીરાનો જન્મ 1977માં કોલંબિયામાં થયો હતો, જ્યારે ગેરાર્ડ પિકનો જન્મ 1987માં બાર્સેલોના, સ્પેનમાં થયો હતો. શકીરા અને ગેરાર્ડને બે બાળકો છે, જો કે બંને પરણેલા નથી. શકીરા અને ગેરાર્ડની પહેલી મુલાકાત વાકા-વાકા ગીતના શૂટિંગ દરમિયાન થઈ હતી, જે 2010 ફિફા વર્લ્ડ કપનું સત્તાવાર ગીત હતું.

ગેરાર્ડ પિક હવે બાર્સેલોનાનો મુખ્ય ડિફેન્ડર નથી રહ્યો

 

View this post on Instagram

 

A post shared by El Periódico (@elperiodico_cas)


શકીરાએ જ વાકા-વાકા ગીતને અવાજ આપ્યો હતો. આ ગીતમાં ગેરાર્ડ પિક પણ જોવા મળ્યો હતો. હવે 35 વર્ષની ઉંમરે ગેરાર્ડ પિક બાર્સેલોનાનો મુખ્ય ડિફેન્ડર નથી રહ્યો. રોનાલ્ડ અરાઉજો અને એરિક ગાર્સિયાને ગત સિઝનમાં જાવી હર્નાન્ડીઝ દ્વારા વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. ઉપરાંત, લા લીગાની છેલ્લી કેટલીક મેચોમાં લેંગલેટને પ્રારંભિક XIમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

2010માં સ્પેનને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નીભાવી

ગેરાર્ડ પિક 2021-22 સિઝનમાં કુલ 41 મેચોમાં જોવા મળ્યો હતો, પરંતુ આગામી સિઝનમાં તેની રમતનો સમય નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. ગેરાર્ડે દક્ષિણ આફ્રિકામાં 2010 ફિફા વર્લ્ડ કપમાં સ્પેનને પહેલી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.