નિધિ, મુસ્કાન, સુધાંશુ અને મદાલસા સાથે કોન્ટેક્ટમાં પારસ

ફિલ્મી દુનિયા

મુંબઈ,  પોપ્યુલર સીરિયલ અનુપમામાંથી સમરના પાત્રમાં જાેવા મળેલા પારસ કલનાવતની ગયા મહિને રાતોરાત હકાલપટ્ટી થતાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. એક્ટર હાલ સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦ માટેની પ્રેક્ટિસમાં લાગેલો છે, જે આવતા મહિનાથી ઓન-એર થવાનો છે. પાંચ વર્ષ ટીવી પર આ ડાન્સ શો કમબેક કરી રહ્યો છે, જેને માધુરી દીક્ષિત, કરણ જાેહર અને નોરા ફતેહી જજ કરતાં દેખાશે જ્યારે મનીષ પૌલ હોસ્ટ છે. હાલમાં જ એક એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં એક્ટરે શોને સૌથી મોટો ડાન્સ રિયાલિટી શો ગણાવ્યો હતો અને આ જ વાતે તેને ભાગ લેવા માટે પ્રેરિત કર્યો હોવાનું કહ્યું હતું.

શું અનુપમા શો છોડવો અઘરો હતો? તેનો જવાબ પિંકવિલાને આપતાં તેણે કહ્યું હતું કે ‘ખરેખર તો ના, કારણ કે આ મેં મારા માટે પસંદ કર્યું છે. જીવનમાં જે પણ થાય છે સારા માટે થાય છે અને હું આ સુંદર જર્ની શરૂ થવા તરફ જાેઈ રહ્યો છું’. આ સાથે તેણે તે કો-સ્ટાર્સ નિધિ શાહ (કિંજલ), મુસ્કાન બામણે (પાખી), સુધાંશુ પાંડે (વનરાજ શાહ) અને મદાલસા શર્મા (કાવ્યા) સાથે પણ સંપર્કમાં હોવાનું કહ્યું હતું. ગયા મહિનાના અંતમાં પારસ કલનાવતની ‘અનુપમા’માંથી છુટ્ટી થઈ હતી અને એક વર્ષ પહેલા જ પ્રોડક્શન હાઉસે તેનો કોન્ટ્રાક્ટ ખતમ કર્યો હતો. એક્ટરે ‘ઝલક દિખલા જા ૧૦’માં ભાગ લેતા પહેલા પરવાનગી ન લીધી હોવાનું બહાનું મેકર્સે હાથ ધર્યું હતું. ત્યારબાદ પારસે શોમાં કામ કરવાને ખરાબ સપનું ગણાવ્યું હતું અને તેની વિરુદ્ધ કાવતરું ઘડાયું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

તેણે તેમ પણ કહ્યું હતું કે, છ મહિનાથી એમ પણ શોમાં તેની પાસે કરવા માટે કંઈ નહોતું. તેને માત્ર પરિવારના સભ્ય તરીકે બેકગ્રાઉન્ડમાં ઉભા રહેવાનું હતું. કો-એક્ટ્રેસ અનઘા ભોસલેના (નંદિની) ગયા બાદ તો તેને ભાગ્યે જ કંઈક કરવાનું આવતું હતું. આ વિશે તેણે પ્રોડક્શન હાઉસ સાથે પણ વાત કરી હતી. પારસ કલનાવતે એક ઈન્ટરવ્યૂમાં રૂપાલી ગાંગુલી પર આડકતરી રીતે કટાક્ષ કરતાં, ઓનસ્ક્રીન માતા-પિતા રિયલ માતા-પિતાની જગ્યા લઈ શકે નહીં તેમ કહ્યું હતું. તેનું કહેવું હતું કે, જ્યારે શોમાંથી બહાર કરાયો ત્યારે અમુક જ કો-એક્ટર્સે તેને ફોન કર્યો હતો. જ્યારે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાએ ફોન કરવાની પણ તસ્દી લીધી નહોતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.