પલક તિવારી ફરી સૈફના દીકરા ઈબ્રાહિમ સાથે જોવા મળી, શરૂ થઈ અફેરની ચર્ચા

ફિલ્મી દુનિયા

હાલમાં જ શ્વેતા તિવારીની દીકરી પલક અને સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ સાથે જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર બંને સાથે જોવા મળ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે.

બોલિવૂડમાં સ્ટાર કિડ્સ ઘણીવાર સાથે જોવા મળે છે અને તેમની વચ્ચેના અફેરની ચર્ચાઓ પણ સામે આવે છે. થોડા દિવસો પહેલા શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી અને સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન એક કારમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ઈબ્રાહિમની કારમાં બેસીને પલક તિવારી પોતાનો ચહેરો છુપાવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી એવી ચર્ચાઓ થવા લાગી કે ઈબ્રાહિમ અને પલક એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે પલકે આવા તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા, પરંતુ હવે તે ફરી એકવાર ઈબ્રાહિમ અને તેના મિત્રો સાથે જોવા મળી છે.

પલક અને ઈબ્રાહિમ ફરી એકવાર સાથે જોવા મળ્યા
પલક તિવારીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઈબ્રાહિમ અલી ખાન સિવાય સોહેલ અને સીમા ખાનનો દીકરો નિર્વાન પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. આ પછી ફરી એકવાર પલક અને ઇબ્રાહિમના અફેરના સમાચાર હેડલાઇન્સમાં આવ્યા છે. બંને શનિવારે રાત્રે મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તે બંને સાથે તેમના મિત્રો પણ હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પલકે કહ્યું- અમે માત્ર સારા મિત્રો છીએ
જોકે, આ પહેલા પલક તિવારીએ ઈબ્રાહિમ અલી ખાન સાથેના તેના અફેરના તમામ સમાચારોને ફગાવ્યા હતા. આરજે સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતાં તેણે કહ્યું, ‘મારે ઈબ્રાહિમ સાથે માત્ર મિત્રતા છે. આ બધી અટકળો હતી તેથી મેં તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં.અમે માત્ર સાથે બહાર ગયા હતા અને ત્યારેજ અમારી તસ્વીર લેવામાં આવી , ત્યાંજ જ આખી વાત સમાપ્ત થાય છે. અમે ગ્રુપ માં જોડે ગયા હતા , ફક્ત અમે બંને એકલા નહોતા પરંતુ અમારી તસવીરો એવી રીતે લેવામાં આવી હતી કે જાણે અમે બંને જ સાથે હોઈએ. લોકોને આવી વસ્તુઓ કરવામાં મજા આવે છે પણ એવું કંઈ નથી. અમે સારા મિત્રો છીએ અને ઈબ્રાહિમ ખૂબ જ સ્વીટ છે. ક્યારેક અમે એકબીજા સાથે વાતચીત પણ કરીએ છીએ.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પલક બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહી છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પલક જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. તે હાર્ડી સંધુના સુપરહિટ મ્યુઝિક વીડિયો ‘બિજલી બિજલી’માં જોવા મળી હતી. ઈબ્રાહિમની વાત કરીએ તો તે હાલમાં કરણ જોહરને તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.