અમારા સંબંધો વધુ સારા થયા, દીકરો ખુશ છે : મલાઈકા અરોરા
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલ ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તે ચર્ચામાં હંમેશા રહેશે. મલાઈકા અરોરાના અરબાઝ ખાન સાથેના ૧૮ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો ત્યારથી તે ખૂબ ચર્ચામાં રહે છે. ડિવોર્સ પહેલા જ મલાઈકા અરોરાએ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ડિવોર્સ પછી મલાઈકાએ મીડિયામાં આ અંગે વાત કરવાનું ટાળ્યું હતું. જાેકે, તાજેતરમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે પહેલીવાર ખુલીને વાત કરી છે.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન ડિસેમ્બર ૧૯૯૮માં થયા હતા. લગ્નના ૧૮ વર્ષ બાદ મે ૨૦૧૭માં તેમના ડિવોર્સ થયા હતા. ડિવોર્સ પહેલાથી જ મલાઈકા અને અરબાઝ બીજીવાર પ્રેમમાં પડ્યા હતા. અરબાઝ ખાન ખાન ઈટાલિયન એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રીયાનીને ડેટ કરવા લાગ્યો હતો. જ્યારે મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂરના પ્રેમમાં પડી હતી. મલાઈકા અને અરબાઝનો એક દીકરો પણ છે જે ૧૮ વર્ષનો છે.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં મલાઈકા અરોરાએ જણાવ્યું છે કે, ડિવોર્સ પછી તેના અરબાઝ સાથેના સંબંધો સારા છે. મલાઈકાને પૂછવામાં આવ્યું કે શું તેના અરબાઝ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે? જવાબમાં તેણે કહ્યું, ‘અમારા વચ્ચે સંબંધો સારા છે. અમે બંને હવે ખૂબ પરિપક્વ થઈ ગયા છીએ. અમે ખુશ છીએ અને પહેલા કરતાં વધુ શાંત થયા છીએ. અરબાઝ એક સારો વ્યક્તિ છે અને હું ઈચ્છું છું કે તેને જીવનમાં હંમેશા ખુશીઓ મળે. ક્યારેક લોકો સારા હોય છે પરંતુ તેઓ એકબીજા માટે યોગ્ય નથી હોતા. હવે જે છે તે છે તેમ છતાં હું તેના માટે સારું થાય તેવી કામના કરીશ.’
લગ્નનો અંત આણવાના ર્નિણય પર મલાઈકાએ કહ્યું, “મને લાગે છે કે મેં પોતાની જાતને બધાથી ઉપર રાખીને આ ર્નિણય કર્યો હતો. હું આજે પહેલા કરતાં વધુ સારી વ્યક્તિ બની છું. આજે મારા દીકરા સાથેના મારા સંબંધો વધુ સારા છે અને હું ખુશ છું. એટલું જ નહીં અરબાઝ સાથેના મારા સંબંધો પણ ખૂબ સારા છે. મેં મારી જાત માટે ર્નિણય કર્યો અને એક મહિલા તરીકે હું ડરતી નથી.
મેં માત્ર મારી અંતરઆત્માનો અવાજ સાંભળ્યો. બધાએ ખુશ રહેવું ખૂબ જરૂરી છે. મને આનંદ છે કે મેં મારી જાતને આગળ મૂકીને ર્નિણય કર્યા છે કારણકે તમે દરેક વ્યક્તિને ખુશ નથી રાખી શકતા.”
જણાવી દઈએ કે, મલાઈકા છેલ્લે ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની સીઝનમાં જજ તરીકે જાેવા મળી હતી. અરબાઝની વાત કરીએ તો, તે પોલિટિકલ ડ્રામા સીરીઝ ‘તનાવ’માં સત્યદીપ મિશ્રા, માનવ વિજ, અર્સલાન ગોની, રજત કપૂર, ઝરીના વહાબ, શશાંક અરોરા અને એકતા કૌલ જેવા કલાકારો સાથે જાેવા મળશે.