ફેન્સે લગ્ન માટેનું પ્રપોઝલ મુકતા ટાઈગર શ્રોફે કહ્યું- હાલ તો સમય કંઈક શીખવા અને કમાવવા માટેનો છે

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સની સાથે જાેડાયેલ રહેવા માટે અવારનવાર પોસ્ટ શેર કરતા જાેવા મળી રહ્યા છે. તો હાલમાં જ તેમણે પોતાના ફેન્સથી સીધી રીતે વાત કરી હતી. તેમણે ઈંઆસ્કમી હેશટેગ થકી ફેન્સની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક ફેન્સે ટાઈગર શ્રોફ ને પોતાના પોતાના પ્રશ્નથી ચોંકાવી દીધા. આ ફેન્સે ટાઈગરને લગ્ન માટે પ્રપોઝ કરી દીધુ.
પરંતુ અભિનેતાએ આ ફેન્સને ખૂબ જ સંજીદગીથી જવાબ આપ્યો. તેમના જવાબે સોશિયલ મીડિયા પર ફેન્સનું દિલ જીતી લીધું છે. ખરેખર ટાઈગર શ્રોફે ઈંઆસ્કમી હેશટેગ થકી સોશિયલ મીડિયા પર ફેન્સના પ્રશ્નોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ ઘણા સમયથી કરવાનું વિચારી રહ્યા હતા. હું તમારા પ્રશ્નોનો જવાબ જલ્દીથી જલ્દી આપવાની કોશિશ કરીશ. તો આ દરમિયાન એક ફેનને ટાઈગર શ્રોફને લગ્નનું પ્રપોજલ આપતા લખ્યુ- ‘મુજસે શાદી કરલો, યુકે આ જાઓ’.તો આ ફેનના સવાલ પર ટાઈગર શ્રોફે ખૂબ જ સાદગીથી કંઈક આવુ કહી દીધુ કે, તેમના જવાબે બધાને ઈંપ્રેસ કરી દીધા.
ટાઈગરે આ ફેનને જવાબ આપતા લખ્યું- લગભગ કેટલાક વર્ષો પછી હું તમને આ વિશે કંઈ જણાવી શકું છું. હાલ તો સમય કંઈક શીખવા અને કમાવવા માટેનો છે. જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટંટ રિહર્સલ વીડિયોના કારણે ખૂબ ચર્ચામાં રહેતો હતા. જેમાં તે ટ્રેનિંગ સેશન દરમિયાન જાેરદાર મેહનત કરતા જાેવા મળ્યા હતા.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.