અમારા જીવન સાથે રમવાનો પ્રયાસ ન કરતાં : અર્જુન કપૂર

ફિલ્મી દુનિયા

મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમના સંબંધો વિશે હંમેશા ખુલીને બોલતાં આવ્યા છે. તેઓ ઘણીવાર ડેટ અને વેકેશન પર જતા જોવા મળે છે. બંને વચ્ચે ઉંમરનો તફાવત હોવાથી અવારનવાર સોશિયલ મીડિયા યૂઝર્સને નિશાને આવતાં રહે છે. જો કે, આ વાતની તેમના સંબંધો પર કોઈ અસર થઈ નથી. પરંતુ હાલમાં જ તેવી અફવા વહેતી થઈ હતી કે, મલાઈકા પ્રેગ્નેન્ટ છે અને હાલમાં લંડન વેકેશન દરમિયાન કપલે આ વિશે તેમના અંગત મિત્રોને જણાવ્યું હતું.

આ ખબર વાંચતાં જ અર્જુન કપૂરનો પારો પડયો હતો અને આ ખબર ફેલાવનાર ન્યૂઝ આર્ટિકલનો સ્ક્રીનશોટ શેર કરી લખ્યું હતું ‘આ અત્યારસુધીમાં કરવામાં આવેલી નીચ હરકત છે અને તમે આ કેઝ્યુઅલી કર્યું છે. આ પ્રકારની બેકાર ખબરોને લખવી ખૂબ ઈન્સેંસિટિવ અને પૂરી રીતે અનએથિકલ છે. આ પ્રકારની ખબરો સતત લખવામાં આવી રહી છે. અમે આવી ખબરોને અવગણીએ છીએ. પરંતુ પછી આ મીડિયામાં ફેલાવા લાગે છે. આ યોગ્ય નથી. અમારી પર્સનલ લાઈફ સાથે રમત કરવાની હિંમત ન કરતાં.

મલાઈકા અરોરાની પ્રેગ્નેન્સીની અફવાઓ ફેલાયા બાદ પરિવારના એક સભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પણ આ વાતને ફગાવી દીધી હતી અને રિપોર્ટ્સમાં કંઈ સત્ય ન હોવાનું કહ્યું હતું. અફવા પર પ્રતિક્રિયા આપતાં મલાઈકાના પરિવારના સભ્યએ કહ્યું હતું ‘આ સાચું નથી. આ માત્ર અફવા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, મલાઈકા અરોરા તેના ઓટીટી ડેબ્યૂની તૈયારી કરી રહી છે. તે રિયાલિટી વેબ સીરિઝ ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’માં જોવા મળશે. આ શોમાં એક્ટ્રેસના જીવનની ઝલક દેખાડવામાં આવશે.

એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તેનો દીકરો અરહાન પણ આ શોમાં છે. હાલમાં ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ ડિવોર્સ લીધેલી મહિલાને આજે પણ સમાજમાં અલગ રીતે જોવામાં આવતી હોવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું ‘મને લાગે છે કે આજની મહિલાઓએ ઉભા થવું જોઈએ અને તેઓ જે અનુભવે છે તેને મજબૂતીથી કહેવું જોઈએ. આજે પણ ડિવોર્સી મહિલા અને સિંગલ પેરેન્ટને અલગ રીતે જુએ છે. હંમેશા ટીકાનો ભોગ બને છે. કોઈ કંઈકને કંઈક કહેતું રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.