લગ્નમાં હવે કોઈ વિશ્વાસ રહ્યો નથી : શ્વેતા તિવારી

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પોતાના જીવનમાં ઘણું દુઃખ સહન કર્યું છે. તેના બંને લગ્નમાં તેને ભારે દુઃખ સહન કરવું પડ્યું છે. અત્યારે એક્ટ્રેસ શ્વેતા તિવારી સિંગલ મધર છે અને બંને બાળકો (દીકરી પલક અને દીકરો રેયાંશ)ને સંભાળી રહી છે. શ્વેતા તિવારી હવે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે અને હવે ફરી એકવખત લગ્ન કરવા નથી ઈચ્છતી. શ્વેતા તિવારીનું એવું કહેવું છે કે લગ્નમાં તેને હવે કોઈ વિશ્વાસ રહ્યો નથી. શ્વેતા તિવારી હવે લગભગ ૨ વર્ષ પછી ‘મેં હું અપરાજિતા’ નામના ટીવી શૉથી કમબેક કરવા જઈ રહી છે.

શ્વેતા તિવારીએ કહ્યું કે, મેં મારા પ્રથમ લગ્ન બચાવાના ઘણાં પ્રયાસ કર્યા હતા. પણ, મેં મારા બીજા લગ્નમાં સમય બરબાદ કર્યો નહીં. મને ખબર હતી કે ખરાબ થઈ ગયું છે તો ખરાબ જ થવાનું છે. હું તે બચાવાના ઘણાં પ્રયાસ કરું છતાં કશું નહીં થાય. હું જાણતી હતી કે મેં ક્યાં ભૂલ કરી છે. આજે હું જે ભોગવી રહી છું તે કઈ ભૂલના કારણે ભોગવી રહી છું તે જાણું છું. ખતરો જાણતી હોવા છતાં ભૂલ કરી.

શ્વેતા તિવારીએ વધુ વાત કરતા જણાવ્યું કે, ‘હું જાણું છું કે કશું કાયમી નથી. સારો અને ખરાબ સમય પણ દિવસ અને રાત જેવો હોય છે. જ્યારે તમારો સારો સમય હોય તો તેને જવા દેશો નહીં. જ્યારે ખરાબ સમય લાંબો સમય નહીં ટકે. મારા બાળકો પણ સારા અને ખરાબ એમ બંને સમય માટે તૈયાર છે. મને હવે લગ્નમાં વિશ્વાસ નથી રહ્યો અને દીકરીને પણ કહું છું કે તે ક્યારેય લગ્ન કરે નહીં. હું ઈચ્છું છું કે મારી દીકરી પણ લગ્નનો ર્નિણય લેતા પહેલા યોગ્ય રીતે વિચારે. તમે કોઈ રિલેશનશિપમાં છો તેનો મતલબ એવો નથી કે લગ્ન કરો. જીવનમાં લગ્ન કરવા જરૂરી છે પણ લગ્ન વિના તો જીવન ચાલશે નહીં તેવું ના હોવું જાેઈએ. દરેક લગ્ન ખરાબ ના હોય.

શ્વેતા તિવારીએ આગળ વાત કરતા જણાવ્યું કે, મારા ઘણાં દોસ્ત છે કે જેઓ લગ્નમાં ખુશ છે અને હું તેઓ માટે ખુશ છું. પણ, મારા કેટલાંક દોસ્ત એવા પણ છે કે જેઓ પોતાના લગ્નજીવનમાં ખુશ નથી છતાં સંબંધ ટકાવી રહ્યા છે. માટે હું મારી દીકરીને કહું છું કે સમાજના દબાણમાં આવીને કોઈ ર્નિણય લેવો નહીં. તેને જે યોગ્ય લાગે તે ર્નિણય લેવો જાેઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.