તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા જેઠાલાલની થશે એન્ટ્રી?

ફિલ્મી દુનિયા

મુંબઈ, સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોને મનોરંજન પીરસી રહી છે. દરેક કલાકારો તેમના પાત્રોમાં એટલા સરસ રીતે ભળી ગયા છે કે તેમને દર્શકો રિપ્લેસ થતાં જાેઈ શકે તેમ નથી. દૈનિક ધારાવાહિક સીરિયલમાં એક્ટર્સ કોઈને કોઈ કારણથી અધવચ્ચેથી છોડીને જતા રહે તે જૂનો ઈતિહાસ છે. TMKOC સાથે પણ આવું જ થયું. અત્યારસુધીમાં દિશા વાકાણી, નેહા મહેતા તેમજ ગુરુચરણ સિંહ સહિતના ઘણા કલાકારો શો છોડીને જતા રહ્યા અને શૈલેષ લોઢા તે યાદીમાં લેટેસ્ટ નામ હતું. આ વર્ષના માર્ચ મહિનામાં જ તેણે શૂટિંગ કરવાનું બંધ કર્યું હતું અને ત્યારબાદ માત્ર અંતમાં મોનોલોગ આપવા આવતા હતા. જાે કે, મેકર્સને તેમનો વિકલ્પ મળી ગયો છે અને આજના એપિસોડમાં નવા ‘તારક મહેતા’ તરીકે સચિન શ્રોફની એન્ટ્રી થવાની છે.

સોશિયલ મીડિયા પર પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીનો વીડિયો સામે આવ્યો જેમાં તેઓ આ અંગેની જાહેરાત કરતાં જાેવા મળી રહ્યા છે. તેના કોમેન્ટ સેક્શનમાં દર્શકોએ જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા દિલીપ જાેશીને ક્યારેય પણ રિપ્લેસ ન કરવાની ચેતવણી આપી છે. ગોકુલધામ સોસાયટીમાં હાલ ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને આ દરમિયાન સચિન શ્રોફની એન્ટ્રી દેખાડવામાં આવશે. આ વિશે વાત કરતાં વીડિયોમાં આસિત મોદી કહી રહ્યા છે કે ‘હવે ગોકુલધામ સોસાયટીમાં ગણપતિ બાપ્પાનું આગમન થઈ ચૂક્યું છે, અને અન્ય કોઈનું પણ આગમન થવાનું છે. તે પાત્રનું આગમન જેની તમે આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા.

જે તમારા પરિવારનો ભાગ બની ગયું છે. બસ તો કાલે જ જુઓ. કાલના એપિસોડમાં કોણ આવવાનું છે? તે પાત્ર કોણ છે? જે તમારા માટે હાસ્ય અને ખુશીની ભેટ લઈને આવશે. સીરિયલમાંથી આશરે એક અઠવાડિયાથી જેઠાલાલ ગાયબ છે. તેઓ અમેરિકા ગયા હોવાનું દેખાડવામાં આવી રહ્યું છે. સીરિયલમાંથી જ્યારે પણ કોઈ એક્ટરની એક્ઝિટ થાય ત્યારે તેમને બહારગામ ગયા હોવાનું બતાવાઈ છે. જેઠાલાલના પાત્ર સાથે પણ આમ થશે તેવો દર્શકોને ભય હોય તેમ લાગી રહ્યું છે. એકે લખ્યું છે ‘કોઈ પણ નવું આવે કે જાય પરંતુ જેઠાલાલ રિપ્લેસ ન થવા જાેઈએ’, એકે લખ્યું છે ‘શૈલેષ લોઢા અને જેઠાલાલ શોના શ્રેષ્ઠ પાત્રો છે, અન્ય એક્ટર્સ તેમના જેટલા સારા અને ટેલેન્ટેડ ન હોઈ શકે’, અન્યએ લખ્યું છે ‘જેઠાલાલને ક્યારેય રિપ્લેસ ન કરવા જાેઈએ’. તો કેટલાકે નવા તારક મહેતા આવવા પર સીરિયલ ન જાેવાની ધમકી પણ આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.