નતાશાએ ગ્રીસથી પતિ સાથેની રોમેન્ટિક તસવીર શેર કરી

ફિલ્મી દુનિયા

મુંબઈ, વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે ઝિમ્બાબવેની ટૂર પર જવાની છે. એ પહેલા ક્રિકેટર હાર્દિક પંડ્યા પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરો અગસ્ત્ય તેને મળવા માટે ગ્રીસ પહોંચી ગયા છે. ઘણાં દિવસો બાદ હાર્દિક તેની પત્ની અને દીકરાને મળ્યો છે ત્યારે તેઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જાેવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હાર્દિક-નતાશાએ ગ્રીસના સેન્ટોરિનીમાં વિતાવેલા ફેમિલી ટાઈમની ઝલક બતાવી છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે.

જેમાં હોટેલના રૂમમાં તે અને અગસ્ત્ય વાતો કરતાં જાેવા મળે છે. અગસ્ત્ય પપ્પાના પેટ પર બેઠો છે અને ઉત્સાહપૂર્વક તેની સાથે વાતો કરી રહ્યો છે. આ ફોટો શેર કરતાં હાર્દિક પંડ્યાએ લખ્યું, “અગુ મને તેના એડવેન્ચર્સ વિશે જણાવી રહ્યો છે.” આ તસવીરો પર ફેન્સ અને સેલેબ્સ કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. હાર્દિકની પત્ની નતાશાએ પણ સેન્ટોરિનીથી પતિ સાથેની રોમેન્ટિક તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. ફોટોમાં હાર્દિક પંડ્યા પત્નીને કિસ કરતો જાેવા મળી રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં સેન્ટોરોનિના સુંદર નજારા સાથે ફ્રૂટ્‌સના બ્રેકફાસ્ટનો આનંદ નતાશાએ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, નતાશા સ્ટેનકોવિક ગયા મહિને જ પોતાના પિયર સર્બિયા ગઈ હતી. હાર્દિક ક્રિકેટ ટૂર પર નીકળતાં નતાશા પણ દીકરા અગસ્ત્ય સાથે પોતાના દેશ સર્બિયા રવાના થઈ હતી.

અહીં તેણે દીકરા અગસ્ત્યનો બીજાે બર્થ ડે પણ સેલિબ્રેટ કર્યો હતો. નતાશા સ્ટેનકોવિકે અગસ્ત્યનો બીજાે બર્થ ડે જ્યૂરાસિક વર્લ્ડ થીમ પર બર્થ ડે ઉજવ્યો હતો જેની સુંદર તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જાન્યુઆરી ૨૦૨૦માં નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી. બાદમાં કપલે પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. નતાશા અને હાર્દિકે લોકડાઉનમાં જ લગ્ન કર્યા હતા. દીકરા અગસ્ત્યનો જન્મ ૩૦ જુલાાઈ ૨૦૨૦ના રોજ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.