બીજીવાર પ્રેગ્નેન્ટ છે મોહિત મલિકની પત્ની અદિતિ મલિક!

ફિલ્મી દુનિયા

મુંબઈ, પોપ્યુલર ટીવી કપલમાંથી એક મોહિત મલિક અને અદિતિ શિરવાઈકર મલિક, જેમના ઘરે લોકડાઉન દરમિયાન પહેલા બાળકનો જન્મ થયો હતો, તેઓ હવે બીજા બાળકના આગમનની રાહ જાેઈ રહ્યા છે. એક્ટ્રેસમાંથી આંત્રપ્રિન્યોર બનેલી અદિતિએ ૨૯ એપ્રિલ, ૨૦૨૧માં દીકરા એકબીરને જન્મ આપ્યો હતો. કપલ, જેઓ તેમના વ્યસ્ત શિડ્યૂલની વચ્ચે પણ પેરેન્ટહૂડને મન ભરીને માણી રહ્યા છે, તેઓ બીજીવાર માતા-પિતા બનવા માટે તૈયાર છે.

કપલના નજીકના સૂત્રોએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અદિતિ બીજીવાર પ્રેગ્નેન્ટ છે. હાલ તે પહેલા ટ્રાયમેસ્ટરમાં છે અને આ ગુડન્યૂઝ મળ્યા ત્યારથી બંને સાતમા આસમાને છે. મોહિત મલિક છેલ્લા ઘણા સમયથી તેના પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસ્ત છે. તે શનાયા ઈરાની સાથે વેબ શો ‘સાયબર વાર’ અને ત્યારબાદ સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી ૧૨’માં જાેવા મળ્યો હતો. હાલમાં જ તેણે તેના વ્યસ્ત શિડ્યૂલમાંથી ફેમિલી વેકેશન માટે થોડો સમય કાઢ્યો હતો. અદિતિ, મોહિત અને દીકરો એકબીર વેકેશન પર ગયા હતા અને ત્યાંથી સુંદર વીડિયો તેમજ તસવીરો પણ શેર કરતા હતા. અદિતિ મલિક, જે ઘણા સમયથી ટેલિવિઝન સ્ક્રીન પરથી ગાયબ છે,

તે હાલ સફળ આંત્રપ્રિન્યોર છે. તે મુંબઈ અને બેંગલુરુમાં પોતાની હોટેલ ધરાવે છે. તે મમ્મી ડ્યૂટી અને રેસ્ટોરાં બિઝનેસની વચ્ચે સફળતાપૂર્વક મલ્ટી-ટાસ્કિંગ કરી રહી છે. મોહિત મલિક દીકરા એકબીર સાથે ક્લોઝ બોન્ડિંગ ધરાવે છે, તેથી ખતરો કે ખિલાડી ૧૨ના શૂટિંગ માટે તેને છોડીને કેપટાઉન, સાઉથ આફ્રિકા જવું તે તેના માટે સૌથી કપરું કામ હતું. ફ્લાઈટ પકડતા પહેલા તેણે એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું ‘મારા દીકરા તને છોડીને જવાનો વિચાર જ મારું દિલ તોડી દે છે.

પરંતુ હું તને વચન આપું છું કે, દરરોજ તરી સાથે વાત કરીશ. મને ખબર છે કે તું મને મિસ કરીશ અને આસપાસ શોધીશ અને હું ત્યાં નહીં હોઉ. પરંતુ તું કદાચ જાણતો હોઈશ કે તારા પિતા કપરું કામ કરી રહ્યા હશે અને તેમના ડરમાંથી બહાર આવવાની આ જ સારી તક છે. દરેક સ્ટંટ, દરેક ક્ષણે તું ત્યાં મારી સાથે હાજર હોઈશ. તું મારામાં છે અને હું તારી અંદર સમાયેલો છું’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.