મોહમ્મદ ફૈઝ બન્યો સુપર સ્ટાર સિંગર-૨નો વિજેતા

ફિલ્મી દુનિયા

સોની ટીવી પર પ્રસારિત થનારા સિંગિંગ રિયાલિટી શૉ સુપરસ્ટાર સિંગરની બીજી સિઝનનો આખરે અંતર આવ્યો છે. ફિનાલે એપિસોડમાં મુહમ્મદ ફૈઝને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. ૧૪ વર્ષનો ફૈઝ રાજસ્થાનના જાેધપુરનો છે. આ કાર્યક્રમની શરુઆત થઈ ત્યારથી જ ફૈઝના અવાજના લોકો વખાણ કરી રહ્યા હતા. શૉ પર આવનારા મહેમાનો પણ ફૈઝથી ઈમ્પ્રેસ થઈ જતા હતા. ઉલ્લેખનીય છે કે મુહમ્મદ ફૈઝને ટ્રોફીની સાથે ૧૫ લાખ રુપિયા ક્રેશ પ્રાઈઝ પણ મળશે.

નોંધનીય છે કે મોહમ્મદ ફૈઝ અરુણિતા કાંજીલાલની ટીમનો સભ્ય હતો. વાતચીતમાં મોહમ્મદ ફૈઝે કહ્યું કે, જ્યારે વિજેતા તરીકે મારું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે મારી આસપાસ તમામ લોકો તાળીઓ પાડી રહ્યા હતા, ભાવુક થઈને રડી રહ્યા હતા. મારા મામાએ તો મને ઉંચકી જ લીધો હતો. મારા પિતા વિદેશમાં રહે છે. મેં ફોન પર તેમની સાથે વાત કરી અને તેઓ ઘણાં ખુશ હતા.

મારી મમ્મી અને બહેનો પણ ખુશીથી રડવા લાગ્યા હતા. તમામ લોકોને મારા પર ગર્વ છે એ મારા માટે ઘણી ખુશીની વાત છે. શૉ દરમિયાન પોતે કેટલા પ્રેશરમાં હતો તે વિશે ફૈઝ જણાવે છે કે, મેં ક્યારેય સ્પર્ધા અથવા ફિનાલે વિશે વિચાર જ નહોતો કર્યો. મારા માટે સંપૂર્ણ ધ્યાન શીખવા પર અને સંગીત પર હતું. અમે લોકોએ ક્યારેય એકબીજાને ટક્કર આપવા માટે પર્ફોર્મ નહોતું કર્યું.

વાસ્તવમાં તો, મારા મગજમાં હું પોતાની જ સાથે સ્પર્ધા કરતો હતો. હું ઈચ્છતો હતો કે દરેક પર્ફોમન્સ પાછલા પર્ફોમન્સ કરતા સારું હોય. દરેક વખતે મારે પોતાની જાતને હરાવવાનો હતો, માટે હું મારી કળા પર હંમેશા કામ કરતો રહેતો હતો. ફૈઝ આગળ જણાવે છે કે, આ શૉ પર મેં અલગ અલગ પ્રકારના ગીતો ગાયા. સુફી, ગઝલ, રોમાન્ટિક વગેરે. હું ઈચ્છુ છું કે મારી ઓળખ વર્સેટાઈલ સિંગર તરીકે હોય. એક આર્ટિસ્ટ તરીકે હું ભવિષ્યમાં પણ તમામ પ્રકારના ગીતો ગાવાનું પસંદ કરીશ.

ઉલ્લેખનીય છે કે ફૈઝ અત્યારે ધોરણ નવનો વિદ્યાર્થી છે. તે અભ્યાસ અને સિંગિંગ કરિયર વચ્ચે સંતુલન રાખવા માંગે છે. તે હવે ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને સાથે જ સિંગિંગમાં પણ સુધારો લાવવા માંગે છે. ફૈઝ જણાવે છે કે, હું રિયાઝ કરતો રહીશ અને ફેન્સ તેમજ દર્શકો સાથે જાેડાઈ રહેવાનો પણ પ્રયત્ન કરીશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.