શોમાંથી બહાર થયા બાદ મિતાલીએ આયશાના કર્યા વખાણ

ફિલ્મી દુનિયા

મુંબઈ, આયશા સિંહ, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા સ્ટારર ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ૯ વર્ષનો લીપ દેખાડ્યામાં આવ્યો ત્યારથી ચર્ચામાં છે. સતત દેખાડવામાં આવેલી રહેલા ટિ્‌વસ્ટ શ્ ટર્ન્સ દર્શકોને પસંદ આવી રહ્યા છે અને તેથી જ સીરિયલ TRP ચાર્ટમાં પોતાનું સ્થાન જમાવી રાખવામાં સફળ રહી છે. આશરે બે વર્ષ પહેલા ઓન-એર થયેલી GHKKPM સાથ અત્યારસુધીમાં ઘણા એક્ટર્સ છોડી ચૂક્યા છે, જે યાદીમાં મિતાલી નાગ લેટેસ્ટ નામ છે, જે દેવ્યાનીનું પાત્ર ભજવી રહી હતી. ઓનસ્ક્રીનની જેમ મિતાલી નાગ અને આયશા સિંહ વચ્ચેનું બોન્ડિંગ પણ ગજબનુ હતું. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો અને ઇીીઙ્મજ શેર કરતાં રહેતા હતા. શોમાંથી બહાર થયા બાદ તેણે સઈ વિશે વાત કરી હતી.

મિતાલી નાગે કહ્યું હતું કે ‘આયશા, હું અને યોગેન્દ્ર વિક્રમ સિંહ (સમ્રાટ) BFF છીએ. અમારા અલગ-અલગ શિડ્યૂલના કારણે અમે અવારનવાર મળી શકતા નથી પરંતુ વર્ચ્યુઅલી કનેક્ટેડ રહીએ છીએ. આયેશા મહેનતુ છોકરી છે અને આ માટે મને તેના પ્રત્યે માન છે. હું તન્વી ઠક્કરની પણ ક્લોઝ છું. અમારું બોન્ડિંગ અલગ લેવલનું છે. ઐશ્વર્યા શર્મા મારા કરતાં મારા દીકરા રુદ્રાંશની ક્લોઝ છે, આખરે તે તેનો બોયફ્રેન્ડ છે!. ગુમ હૈ કિસી કે પ્યાર મેંના હાલના સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, નવ વર્ષથી પોતાની દીકરી સાથે વિરાટથી દૂર રહેલી સઈનું મિલન આખરે તેની સાથે થઈ ગયું છે.

આગામી એપિસોડમાં, સઈ અને સવીને બચાવવા જતાં વિરાટ પોતે નુકસાન સહન કરશે. તેને ગોળી વાગશે. ગામમાં સઈ એક માત્ર ડોક્ટર હોવાથી અને ત્યાં અન્ય હોસ્પિટલ ન હોવાથી તે ન છૂટકે વિરાટનું ઓપરેશન કરશે અને તેને બચાવી લેશે. સઈ ભલે અલગ રહેતી હોય પરંતુ વિરાટ પ્રત્યે તેના દિલમાં હજી પણ પ્રેમ છે અને તે જીવ ગુમાવે તેમ તે ઈચ્છતી નથી. બીજી તરફ, સઈ અને પાખીનો ભેટો થશે. થોડા દિવસ પહેલા જ સામે આવેલા પ્રોમોમાં જાેવા મળ્યું હતું કે, પાખી સઈની સામે વિરાટની વાતો કરે છે. ત્યારે સઈ તેને કહે છે કે, તેની સામે જે ઉભી છે તે સઈ પહેલા જેવી રહી નથી પરંતુ પાખી હજી પણ તેવી છે અને તે વિરાટની પત્ની બની ગઈ છે. ત્યારે પાખી કહે છે ‘બીજી પત્ની’. તે સઈને પોતાની સાથે ઘરે આવવા માટે પણ કહે છે. સઈ શું ર્નિણય લે છે તે આગામી સમયમાં જ જાણવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.