એક્સ-ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોથી સિદ્ધાર્થ મલ્હોત્રા શીખ્યો પાઠ

ફિલ્મી દુનિયા

મુંબઈ, ફિલ્મ ‘શેરશાહ’ રિલીઝ થઈ તે પહેલાથી સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણીને ડેટ કરી રહ્યો છે. બંને આવતા વર્ષે લગ્ન કરી લે તેવી પણ શક્યતા છે. આ પહેલા એક્ટર આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતો. બંનેએ કરણ જાેહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ ‘કપૂર એન્ડ સન્સ’માં પણ સાથે કામ કર્યું હતું. ખૂબ ઓછા સમયના ડેટિંગ બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ સાથેની તેની અપકમિંગ ફિલ્મ ‘થેન્ક ગોડ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેના સંદર્ભમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગત રિલેશનશિપમાંથી તે શું શીખ્યો તે વિશે ખુલાસો કર્યો હતો.

બોલિવુડ હંગામાને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન રેપિડ-ફાયર રાઉન્ડમાં, સિદ્ધાર્થ મલ્હોત્રાને ભૂતકાળના સંબંધો પરથી શું શીખ્યો તે વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે, ભૂતકાળના સંબંધો પરથી હું શીખ્યો છું કે- ક્યારેય પણ પેટ (પાલતુ) ગિફ્ટમાં ન આપવા’. ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું હતું કે, તે આલિયા પાસેથી શું ચોરવા માગે છે જેના જવાહમાં કહ્યું હતું ‘તેની બિલાડી-એડવર્ડ’. તેના આ જવાબ પરથી તેના ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે, સિદ્‌ઘાર્થે જ આલિયાને તેની બિલાડી ગિફ્ટમાં આપી હશે અને તેથી જ તે તેના વિશે વાત કરતો રહે છે. જણાવી દઈએ કે, એક્ટર થોડા સમય પહેલા જ્યારે વિકી કૌશલ સાથે કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ ૭’માં પહોંચ્યો ત્યારે એક્સ-ગર્લફ્રેન્ડની બિલાડીને મિસ કરતો હોવાનું કહ્યું હતું.

સિદ્‌ઘાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ જ્યારે એકબીજાને ડેટ કરતાં હતા તે દરમિયાન ક્યારેય પણ આ વિશે વાત કરી નહોતી. પરંતુ બ્રેકઅપ થયા બાદ તેઓ રિલેશનશિપમાં હોવાનું કહ્યું હતું. ૨૦૧૯માં સિદ્ધાર્થ મલ્હોત્રા જ્યારે ‘કોફી વિથ કરણ’ના સેટ પર પહોંચ્યો ત્યારે બ્રેકઅપ બાદ આલિયા સાથેના સંબંધો પર વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે કોઈ કડવાશ છે. હકીકતમાં ત્યારબાદ અમારી મુલાકાત થઈ જ નથી. ઘણો સમય થઈ ગયો છે. હું તેને ડેટ કરતાં પહેલાથી જાણતો હતો. ર્જીં્‌રૂમાં મેં પહેલો શોટ તેની સાથે આપ્યો હતો. અમારો ઘણો ઈતિહાસ છે’. જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે આ વર્ષના એપ્રિલમાં જ પાંચ વર્ષના રિલેશનશિપ બાદ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. તે પ્રેગ્નેન્ટ છે અને આ વર્ષના અંતમાં બાળકને જન્મ આપે તેવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.