કપૂર પરિવારના ગણેશોત્સવમાં પહોંચી કરીના અને કરિશ્મા કપૂર

ફિલ્મી દુનિયા

મુંબઈ, દરેક તહેવારને ઉલ્લાસપૂર્વક ઉજવતા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ પરિવારનું ગણોશોત્સવનું સેલિબ્રેશન પણ ખાસ રહ્યું હતું. ગુરુવારે કરિશ્મા કપૂર અને કરીના કપૂરે પોતાના પેરેન્ટ્‌સ સાથે ભગવાન ગણેશના દર્શન કર્યા હતા. રણધીર કપૂરના બહેન રીમા જૈનના ઘરે ગણપતિજીના દર્શન માટે કરિશ્મા-કરીના મમ્મી-પપ્પા બબીતા અને રણધીર કપૂર તેમજ નાનકડા જેહ સાથે પહોંચ્યા હતા. રીમા જૈનના દીકરા અરમાન અને પત્ની અનિસાએ નવું ઘર લીધું છે. ત્યારે લાગી રહ્યું છે કે, તેમના ત્યાં જ બાપ્પાના દર્શન કરવા કપૂર ખાનદાનના સભ્યો પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરિશ્મા અને કરીનાએ ગણપતિ દર્શનની કેટલીક તસવીરો શેર કરી છે.

કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. જેમાં કરીના અને તેનો નાનો દીકરો જહાંગીર અલી ખાન ગણેશજીની મૂર્તિ સામે બેઠા છે. કરીના કપૂરે મલ્ટીકલર ડ્રેસ પહેર્યો છે. જ્યારે નાનકડા જેહે બ્લેક રંગનું ટી-શર્ટ અને વ્હાઈટ સસ્પેન્ડર પહેયું છે. એક તસવીરમાં જેહ કંઈક ખાતો જાેવા મળી રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં તે ભગવાન આગળ મૂકવામાં આવેલા ફળોના થાળમાં હાથ નાખતો જાેવા મળે છે. કરિશ્મા કપૂરે પણ ગણપતિ દર્શનની કેટલીક તસવીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કરિશ્માએ ફેમિલી ફોટો શેર કર્યો છે. જેમાં તે પેરેન્ટ્‌સ રણધીર કપૂર અને બબીતા કપૂરની વચ્ચે બેઠી છે. જ્યારે રણધીર કપૂરની બાજુમાં તેમના બહેન રીમા જૈન છે તો બબીતા કપૂરની બાજુમાં ભાણિયો આદર જૈન છે.

પાછળની તરફ કરીના દીકરા જેહને તેડીને ઊભી છે અને તેની બાજુમાં રીમા જૈનનો મોટો દીકરો અરમાન અને તેની પત્ની અનિસા છે. કરિશ્મા કપૂરે પોતાની પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ભગવાન ગણેશની મૂર્તિ પાસે ઊભી રહીને પોઝ આપી રહી છે. કરિશ્માએ ડાર્ક રંગનો ડ્રેસ પહેર્યો છે. સાથે જ તેણે પ્રસાદની પણ ઝલક બતાવી છે. કરિશ્માએ આ તસવીરો શેર કરતાં લખ્યું, ‘ગણપતિ બાપ્પા મોરિયા. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કરિશ્મા અને કરીનાએ અરમાન અને અનિસાના નવા ઘરની તસવીરો શેર કરતાં બંનેને શુભકામના પાઠવી છે. વર્કફ્રંટની વાત કરીએ તો કરીના પાસે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે.

કરીના સુજાેષ ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. ફિલ્મમાં કરીના સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત છે. આ સિવાય કરીના પાસે હંસલ મહેતાની ફિલ્મ છે, જેની તૈયારી તેણે શરૂ કરી છે. કરીના રિયા કપૂર સાથે પણ એક પ્રોજેક્ટમાં કામ કરવાની છે. બીજી તરફ કરિશ્મા કપૂર થોડા વર્ષોના બ્રેક બાદ ઓટીટી પ્રોજેક્ટ ‘બ્રાઉન’ દ્વારા કમબેક કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.