કપિલ શર્માએ જાહેર કર્યું યુએસ-કેનેડા ટુરનું શિડ્યૂલ

ફિલ્મી દુનિયા

મુંબઇ, જાણીતા કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા એ યુએસ-કેનેડા ટૂર ૨૦૨૨ ની જાહેરાત કરી છે. ૧૧ જૂનથી શરૂ થનાર આ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં કપિલ યુએસ અને કેનેડાના અનેક શહેરોમાં લાઈવ પરફોર્મન્સ કરતો જાેવા મળશે. કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે. તે યુએસના સાત અને કેનેડાના બે શહેરોમાં પરફોર્મ કરશે. ૧૧ જૂનથી ન્યૂ જર્સીથી શરૂ થનાર આ પ્રવાસ લોસ એન્જલસમાં સમાપ્ત થશે. જેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

કપિલે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો દર્શાવતું પ્રમોશનલ પોસ્ટર અને તેના આગામી પ્રવાસની તારીખો અને શહેરો શેર કરતાં લખ્યું હતું કે, મારી યુએસ-કેનેડા ટૂર ૨૦૨૨ની જાહેરાત કરતાં ખરેખર આનંદ થાય છે, ટૂંક સમયમાં મળીશું. કપિલના ફેન્સ લાંબા સમયથી તેની આ જાહેરતાની રાહ જાેઇ રહ્યા હતા. તેમણે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કેટલીક નોંધપાત્ર કમેન્ટ્‌સમાં અભિનેત્રી શર્વરીની કમેન્ટ પણ હતી અને કપિલને આગામી પ્રવાસ માટે અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત શેફ વિકી રત્નાનીએ કમેન્ટ્‌સમાં ક્લેપિંગ ઇમોજી સાથે “પાજી” લખ્યું હતું. ઉલ્લેખનિય છે કે, કપિલ શર્માએ તાજેતરમાં નેટફ્લિક્સ પર તેના પ્રથમ સ્પેશિયલ કોમેડી શો ૈં’દ્બ ર્દ્ગં ર્ડ્ઢહી રૂીં રિલીઝ કર્યું હતું. એક કલાકના સ્ટેન્ડ અપ સ્પેશિયલમાં કપિલને તેની વધેલી ખ્યાતિ,

ત્યાર પછી આવેલા ઉતારચઢાવ, ડિપ્રેશન, કમબેક અને શા માટે લાગે છે કે તેણે હજુ હાર નથી માની તે વિશે વાત કરતા જાેઇ શકાય છે. કપિલ હાલમાં ઓડિશામાં નંદિતા દાસ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ અનટાઇટલ્ડ ફિલ્મમાં કોમેડિયન કપિલ શર્મા પહેલા ક્યારેય ન જાેયેલા અવતારમાં જાેવા મળશે. કથિત રીતે તે આ ફિલ્મમાં ફૂડ ડિલિવરી રાઇડરની ભૂમિકા ભજવી રહ્યો છે, જે આ વર્ષના અંતમાં અથવા ૨૦૨૩માં રિલીઝ થવાની ધારણા છે.

અત્યારે ઓડિશામાં સમય ગાળતી વખતે કપિલ ઓડિયા લોકોની સંસ્કૃતિને પણ જાણી રહ્યો છે. તેણે મંગળવારે ભુવનેશ્વરમાં કોણાર્ક મંદિરની મુલાકાત લીધી અને તેને “અદ્ભુત અનુભવ” ગણાવ્યો હતો. આ પહેલા, તે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને પણ મળ્યો હતો અને “અદ્ભુત આતિથ્ય” માટે તેમનો આભાર માન્યો હતો. ઓડીશાના ડાયરેક્ટર નંદિતા દાસ પણ મીટિંગમાં હાજર હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.