હરિયાણા ખાપ પંચાયતોની કંગના ખુલ્લેઆમ ચેતવણી – હિમ્મત હોય તો હરિયાણા આવીને બતાવે

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ખેડૂત આંદોલનને લઈને કરેલા ટ્‌વીટ બાદ કંગના રાનૌતની મુશ્કેલીઓ વધતી હોય તેવું લાગી રહ્યુ છે. કંગનાએ કરેલા ટ્‌વીટનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે હરિયાણા ખાપ પંચાયતોએ કંગના ખુલ્લેઆમ ચેતવણી આપી છે. અને કહ્યુ છે કે, હિમ્મત હોય તો હરિયાણા આવીને બતાવે. અખિલ ભારતીય સર્વજાતિય પુનિયા ખાપ પંચાયતના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખાપ નેતા જિતેન્દ્ર છાતરે કહ્યુ હતું કે,
કંગનામાં હિમ્મત હોય તો, હરિયાણા આવીને બતાવેય તેને પોતાની ઔકાત શું છે તે ખબર પડી જશે. ખાપ નેતા જિતેન્દ્ર છાતરનું કહેવુ છે કે, સમગ્ર દેશમાં ખાપે કંગના રાનોતના શરમજનક નિવેદનોની આકરી ટીકા કરી છે અને તેને ચેતવણી આપીએ છીએ કે, આ પ્રકારના નિવેદન આપ્યા બાદ જાે તેનામાં હિમ્મત હોય તો તે હરિયાણા કે,
તેની આસપાસ આવીને બતાવે. આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે, હરિયાણાની આસપાસના રાજ્યો પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાનમાં ઘૂસીને બતાવે. તેને પોતાની હૈસિયત શું છે તેની ખબર પડી જશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.