કાજાેલ ભણવાનું જાેર આવતું હોવાથી ફિલ્મોમાં આવી હતી

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કાજાેલનો શુક્રવારે જન્મ દિવસ હતો. કરિયરના પીક ઉપર લગ્ન કરનાર કાજાેલ માટે ફેન્સના દિલમાં પ્રેમ ઓછો થયો ન હતો. કાજાેલની ગણના આજે હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી તરીકે થાય છે. શાહરુખ ખાન અને કાજાેલની જાેડી આજે પણ બોલિવુડ પ્રેમીઓની સૌથી પસંદીદા જાેડી છે. આ બંનેએ બોલિવૂડમાં સાથે મળીને અનેક શાનદાર ફિલ્મો આપી છે. કાજાેલ અને શાહરુખ ખાનની જાેડી વાળી ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેં આજે પણ ભારતીય સિનેજગતની સૌથી હીટ ફિલ્મ માનવામાં આવે છે. જેને કારણે કાજાેલ રૂપેરી પડદે રીતસર છવાઈ ગઈ. આજે વર્ષો બાદ પણ કરોડો ચાહકો આ આ ફિલ્મ અને આ જાેડીને પસંદ કરે છે. શોલે પછી કદાચ આ પહેલી એવી ફિલ્મ હશે જેણે વર્ષો બાદ આજે પણ લોકોને એટલી જ પસંદ છે.

હવે વાત કરીએ કાજાેલની અને એના કરિયરની. કાજાેલ બાળપણથી જ જિદ્દી સ્વભાવની રહી છે. તે એકવાર નક્કી કરે એને પુરું કરીને જ દમ લે છે. પોતાની વાતોથી મનાવવા માટે પોતાના માતા-પિતાના નાકમાં દમ લાવી દેતી હતી.

આ વાતનો ખુલાસો કાજાેલે ખુદ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભણવામાંથી બચવા માટે તે ફિલ્મોમાં આવી ગઈ હતી. કાજાેલે પોતે જણાવ્યું હતુંકે, મને ભણવામાં ખુબ જાેર આવતું હતું, મને ભણવાનું સહેજ પણ પસંદ નહોતું તેથી જ હું ફિલ્મોની દુનિયામાં આવી ગઈ. જાેકે, ફિલ્મોમાં આવવું પણ મારી પસંદ નહોંતી. મેં બસ ભણવાથી બચવા માટે જ ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું હતું.
કાજાેલ બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક શોમૂ મુખર્જી અને અભિનેત્રી તનુજાની પુત્રી છે. કાજાેલની નાની બહેન અભિનેત્રી તનીષા છે. તનીષા પોતાની બહેન અને માતાની તુલનાએ મોટું મુકામ હાંસલ ના કરી શકી.

કાજાેલે બોલિવૂડમાં પોતાની કરિયરની શરુઆત વર્ષ ૧૯૯૨માં આવેલી ફિલ્મ બેખુદીથી કરી હતી. આ ત્યારબાદ કાજાેલે બોલિવૂડમાં એકપછી એક અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોટા પરદા ઉપર અમિટ છાપ છોડી હતી. કાજાેલે પોતાની ફિલ્મી સફરમાં બાજીગર, કરણ-અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ગુપ્ત, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલવાલે ઔર તાનાજી સહિત અનેક શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.