જુબિન નોટિયાલને પહેલીવાર ઇંગ્લશ સોન્ગ ગાવાનો અનુભવ શેર કર્યો
મુંબઈ,
સિંગર જુબિન નોટિયાલ પહેલીવાર ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં સિંગિંગ કરવા જઈ રહ્યો છે. આ ઇંગ્લશ ફિલ્મ છે જે હિન્દીમાં ડબ થઈને ભારતમાં રિલીઝ થશે. આ પ્રોજેક્ટ વિશેની વાતો જુબિને શેર કરી છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટવલમાં અવોર્ડ વિનર રહેલ શોર્ટ ફિલ્મ ડેમ બેન્ગર પર હવે ફીચર ફિલ્મ બની રહી છે. આ મર્ડર મિસ્ટ્રી છે. આ અંગ્રેજી ફિલ્મ હિન્દીમાં ડબ થઈને ભારતમાં રિલીઝ કરવામાં આવશે. ઇન્ડયામાં જે આને ડિસ્ટ્રબ્યુટ કરી રહ્યા છે તેમણે આ ફિલ્મના ડિરેક્ટર જાન સાથે મારી મુલાકાત કરાવી. એક ગીત ડિરેક્ટરને મોકલવામાં આવ્યું જે તેમને ઘણું ગમ્યું. તેમણે કે આ સોન્ગ અંગ્રેજીમાં બની શકે ?
ત્યારે અમે આ સોન્ગ અંગ્રેજીમાં બનાવ્યું. પહેલીવાર અંગ્રેજીમાં ગાઈ રહ્યો છું, જે ઇન્ટરનેશનલી રિલીઝ થશે. રિલીઝ ડેટની રાહ છે. આ મ્યુઝિકમાં રોકી ખન્ના, શિવ મલ્હોત્રા અને મેં કામ કર્યું છે. આના ઇંગ્લશ લિરિક્સ શિવ મલ્હોત્રા લખશે, જ્યારે હિન્દી લિરિક્સ રોકી ખન્ના લખશે અને કમ્પોઝ હું કરીશ. રસપ્રદ વાત એ છે કે ૧૩-૧૪ વર્ષના ઇબ્રાહિમ ખન્નાએ આનું મ્યુઝિક પ્રોગ્રામિંગ અને પ્રોડ્યુસ કર્યું છે. અહિયાંનું અને ત્યાંનું મ્યુઝિક ઘણું અલગ છે. કામ કરવાની રીત અલગ છે. આનું જે મ્યુઝિક છે તે ભારતમાં જાનસાર પહાડોમાં બની છે. એટલે મ્યુઝિકમાં ઉત્તરાખંડના પહાડોની મહેક જરૂર આવશે.
આમાં ૭૦ના દશકના રોક એન્ડ રોલ મ્યુઝિકને રિપીટ કરવામાં આવશે. એક સમય હતો જ્યારે દુનિયામાં રોક એન્ડ રોલ મ્યુઝિક વાગતું હતું. તેમાં માત્ર લાઈવ ડબ જ નહીં પણ લાઈવ રેકોર્ડ પણ થતું હતું. અમે આમાં લાઈવ પ્રોસેસ રાખી છે. આ ઘણું ચેલેંજિંગ હતું. મને લાગે છે સંઘર્ષની આગળ જીત છે. અમે લોકોએ ઘણો સંઘર્ષ કર્યો છે. આના એક એક મ્યુઝિકને જાડ્યું છે. માટે આ પ્રોજેક્ટ રિલીઝ કરવા માટે તૈયાર છે અને હું એને માણી રહ્યો છું.