દર્શન કરવા દુર્ગા પંડાલ આવેલા જયા બચ્ચનન કાજાેલે ખખડાવ્યા
મુંબઈ, જયા બચ્ચનને બોલિવુડ સેલિબ્રિટી ફોટોગ્રાફર્સ પ્રત્યે નફરત છે અને તેઓ ફોટો ક્લિક કરવા માટે પાછળ-પાછળ ફરતાં રહેતા તેઓને ઠપકો આપતાં રહે છે. ફોટોગ્રાફર્સ પ્રત્યેની તેમની નારાજગી તેમજ ગુસ્સો ઘણીવાર કેમેરામાં કેદ થયો છે અને આ માટે તેઓ ટ્રોલ પણ થયા છે. જાે કે, હાલમાં જ્યારે તેઓ મુંબઈના જૂહુ વિસ્તારમાં દુર્ગા પૂજામાં સામેલ થવા માટે પંડાલ પહોંચ્યા ત્યારે તેમણે ઠપકો સાંભળવો પડ્યો હતો. આ પીઢ અભિનેત્રીને ખખડાવનારી બીજી કોઈ નહીં પરંતુ કાજાેલ હતી. તેણે કેમેરાની સામે મિસિસ બચ્ચનને માસ્ક કાઢવાનું કહ્યું હતું અને ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાેઈ શકાય છે કે, ‘કભી ખુશી કભી ગમ’ના બંને કો-સ્ટાર્સ પંડાલમાં વાતો કરી રહ્યા છે, આ દરમિયાન કાજાેલ આંગળી બતાવીને જયા બચ્ચનને કહે છે ‘માસ્ક કાઢવું પડશે, ગમે તે થઈ જાય’. તેઓ તેની વાત સાંભળીને હસવા લાગે છે
વીડિયોમાં આગળ, કાજાેલ, જયા બચ્ચન, રાની મુખર્જી, અયાન મુખર્જી, તનિષા મુખર્જી તેમજ મૌની રોયને પોઝ આપતા જાેઈ શકાય છે. આ સમયે પણ જયા બચ્ચન ફોટોગ્રાફર્સ સહેજ ગુસ્સો કરે છે અને તેમને ફટાફટ ફોટો ક્લિક કરવા માટે કહે છે. ફોટો પડાવ્યા બાદ તરત જ તેઓ પોતાનું માસ્ક ચડાવી દે છે. કાજાેલે લાઈટ પીચ કલરની સાડી પહેરી છે અને વાળને બાંધીને રાખ્યા છે, ઓવરઓલ લૂકમાં તે સુંદર લાગી રહી છે. તો બાજુમાં રહેલી રાનીએ સિલ્કની સાડી અને નેકલેસ પહેર્યું છે, તેના ચહેરા પરનો નિખાર જાેવા જેવો છે. જયા બચ્ચન એકદમ સિમ્પલ લૂકમાં છે.
ગ્રુપ ફોટો પડ્યા બાદ એક બાદ એક તેમ તમામ સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા. જાે કે, કાજાેલ અને રાની મુખર્જી, જેઓ પિતરાઈ બહેનો છે તેઓ ત્યાં જ ઉભી રહી હતી. આ દરમિયાન કાજાેલ ફોટોગ્રાફર્સની ફરિયાદ કરતી દેખાઈ હતી. તેણે પોતાના સ્ટાફની એક યુવતીને બંનેના ફોટો કેમેરામાં કેદ કરવા માટે કહ્યું હતું અને આગળ કહ્યું હતું કે ‘આ લોકો તો મને ફોટો જ નથી આપતા’
આ જ દિવસે રણબીર કપૂર પર આ જ પંડાલમાં દર્શન કરવા આવ્યો હતો, તે વ્હાઈટ કૂર્તા-પાયજામા અને જેકેટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેની હેરસ્ટાઈલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક્ટરે બહાર નીકળતી વખતે ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી અને કેટલાકને ભેટ્યો હતો.