સસ્તી રાજનીતિ માટે માતા સીતા અને ભગવાન રામનુ અપમાન’: AAP એ ફિલ્મ આદિપુરુષ પર નારાજગી વ્યક્ત કરી
આમ આદમી પાર્ટીએ આદિપુરુષ ફિલ્મ પર નારાજગી વ્યક્ત કરી છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે કહ્યું કે, “આજે હું ખૂબ જ દુઃખ સાથે રડી રહ્યો છું. બીજેપી તેની સસ્તી રાજનીતિ માટે મા સીતા અને શ્રી રામનું અપમાન કરી રહી છે. મા સીતાની જેમ જ તમામ હિન્દુઓ આદર સાથે માથું નમાવી દે છે. શ્રી રામ અને હનુમાનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓએ આપણા આવા ભગવાન પર એક નજીવી ફિલ્મ બનાવી છે.”
તેમણે કહ્યું કે, ફિલ્મના ડાયલોગ એકદમ હલકા છે. આવા ડાયલોગથી હિંદુ ધર્મની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. એક સીનમાં કલ્પનાને આધારે માતા સીતાને ચાકુ મારી દેવામાં આવે છે. શું કલ્પનાને આધારે કંઈ પણ બતાવી શકો છો. શું કલ્પનાના આધાર પર રામચરિત માનસનો આધાર બદલી લેશો.
બીજેપી નેતાઓ પર નિશાન સાધતા આપ સાંસદે આગળ કહ્યું કે, આ ફિલ્મ પુષ્કર ધામી, નરોત્તમ મિશ્રા, સીએમ યોગી, શિવરાજ ચૌહાણ, એકનાથ શિંદે અને મનોહર લાલ ખટ્ટરના આશીર્વાદથી બની છે. આ લોકો ન તો રામના છે, ન તો સામાન્ય લોકોના છે કે ન કોઈ કામના છે. આ ફિલ્મમાં સડકછાપ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપે ફિલ્મ બનાવીને ભગવાન રામ, માતા સીતા અને ભગવાન હનુમાનનું અપમાન કર્યું છે.
પીએમ મોદી પાસે માફીની માંગ કરતા સંજય સિંહે કહ્યું કે, અમિત શાહ, પીએમ મોદી, જેપી નડ્ડા સહિતના બીજેપી નેતાઓએ ભગવાનનું અપમાન કરવા બદલ તમામ હિન્દુઓની માફી માંગવી જોઈએ. રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ શુક્રવારે રિલીઝ થઈ છે. આ દરમિયાન ઘણા થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે, ફિલ્મને તેના VFX (વિઝ્યુઅલ ઇફેક્ટ્સ)ની ગુણવત્તા અને કેટલાક ડાયલોગ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.