ભારતીય અભિનેતા દેવ જોશી સહિતના લોકો ચંદ્રની યાત્રાએ જશે

ફિલ્મી દુનિયા

બાલવીર’ધારાવાહિકમાં નજરે પડેલ ભારતીય ટીવી અભિનેતા દેવ જોશી સ્પેસ એકસના અંતરિક્ષ યાનમાં ચંદ્રની સફર કરશે.આ ચંદ્રયાત્રામાં કોરિયાઈ પોપસ્ટાર ટીઓપી સહિત કુલ 8 લોકો જોડાશે.જેમા જાપાનનો અબજોપતિ યુસાકુ માએજાવા બધાને ચંદ્રની સફર કરાવશે.સ્પેસ એકસ દ્વારા ડિયર મૂન મિશનની શરૂઆત થઈ ગઈ છે.આ મિશન માટે સ્ટારશિપ નામનું રોકેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.આ મિશનમાં પાંચ બિલિયન ડોલરનો ખર્ચ થશે.આ એક ખાનગી મિશન છે.આમ આ ચંદ્રયાત્રાના મિશનમાં પસંદગી પામેલ અભિનેતા દેવ જોશી ગુજરાતી છે તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમણે પોલિટીકલ સાયન્સમાં અભ્યાસ કર્યા બાદ અભિનયમાં હાથ અજમાવ્યો હતો.તેમણે 20થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે આ સિવાય તેને કલા સંસ્કૃતિમાં અસાધારણ સિધ્ધિથી 2019માં રાષ્ટ્રીય બાલશકિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.