ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શાહરૂખ ખાન નાનાકડા પાત્રમાં જાવા મળશે

ફિલ્મી દુનિયા

મુંબઇ,
શાહરૂખ ખાન લાંબા સમયથી ફિલ્મમાં જાવા મળ્યો નથી. છેલ્લે તે ૨૦૧૮ની ઝીરો ફિલ્મમાં દેખાયો હતો, જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. ત્યાર પછી તેણે ન તો કોઇ ફિલ્મ સાઇન કરી છે, કે સાઇન કર્યાની ઘોષણા કરી છે. પરંતુ હવે એવી ચર્ચા છે કે અભિનેતા આવતા વરસે રીલિઝ થનારી બે ફિલ્મોમાં કેમિયો કરતો જાવા મળશે. મળેલી જાણકારીના અનુસાર, શાહરૂખ ખાન અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માશ્ત્રમાં એક નાનકડા પાત્રમાં જાવા મળવાનો છે.
આ ફિલ્મમાં તે એક વૈજ્ઞાનિકના રોલમાં જાવા મળશે. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકાઓ ભજવી રહ્યા છે. તેમજ કિંગ ખાન આર. માધવનની રોકેટરી ફિલ્મમાં પણ એક કેમિયો કરતો જાવા મળશે. આ ફિલ્મ ઇસરોના જાણીતા રોકેટ સાયન્ટસ્ટ નામ્બી નારાયણનની બાયોપિક છે. આ ફિલ્મમાં શાહરૂખ એક જર્નાલિસ્ટની ભૂમિકા કરી રહ્યો છે. જે નામ્બી નારાયણનો ઇન્ટરવ્યુ કરે છે અને વાર્તા ફ્લેશબેકમાં જાય છે. ફિલ્મમાં માધવન પણ નાસાના એક વૈજ્ઞાનિકના પાત્રમાં જાવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.