ગેંગસ્ટર ગોલ્ડી બરારે યો યો હની સિંહને હત્યાની ધમકી આપી

ફિલ્મી દુનિયા

ફેમસ રેપર અને સિંગર હની સિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરારે વોઈસ નોટ દ્વારા ધમકી આપી છે. ધમકીભરી વોઈસ નોટ મળ્યા બાદ હની સિંહ દિલ્હી પોલીસ કમિશનરને મળ્યો અને સ્પેશિયલ સેલમાં ફરિયાદ નોંધાવી છે.

હની સિંહ પોતે ફરિયાદ કરવા મંગળવારે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યો હતો અને પોલીસ કમિશનરને મળ્યો હતો અને મામલાની જાણકારી આપી હતી. ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.

ડિપ્રેશનના કારણે હની સિંહ લાંબા સમય સુધી લાઈમલાઈટથી દૂર રહ્યો હતો. ગયા વર્ષના અંતમાં હની સિંહ ફરી એકવાર સિંગિંગની દુનિયામાં પાછો ફર્યો છે. ત્યારથી હની સિંહે ઘણા ગીતો કમ્પોઝ કર્યા છે. હાલમાં જ હની સિંહના આલ્બમ હની 3.0માંથી તેનું ત્રીજું ગીત લેટ્સ ગેટ ઈટ પાર્ટી રિલીઝ થયું છે.

કેનેડામાં બેઠેલો ગેંગસ્ટર ગોલ્ડી બરાર કેટલો ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય કાવતરાખોર હતો. પંજાબ પોલીસે ગત વર્ષે ફાઈલ કરેલી તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે, સિદ્ધુની હત્યા ગોલ્ડી બરારે લોરેન્સ બિશ્નોઈ સહિત કેટલાક અન્ય લોકોની મદદથી કરી હતી.

હની સિંહ પહેલા ગોલ્ડી બરાર ગેંગે સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી. આ વર્ષે માર્ચમાં સલમાનને ઈ-મેલ દ્વારા ધમકીઓ મળી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દીધી હતી. ધમકી બાદ પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. સલમાનને ધમકી આપવાના કેસમાં અનેક વખત જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનું પણ નામ આવી ચૂક્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.