૨૪ જૂનથી કપિલ ટીમ સાથે ધ કપિલ શર્મા શોનું શૂટિંગ કરશે

ફિલ્મી દુનિયા

મુંબઇ,

કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ થવાનું છે. લોકડાઉન ખુલતા જ લગભગ ત્રણ મહિના પછી કપિલ અને તેની ટીમ શોનું શૂટિંગ શરૂ કરશે. સોની ચેનલે ટીમને ૨૪ જૂન પછી શૂટિંગ કરવાની સલાહ આપી છે જેને લઈને આખી ટીમ ઉત્સાહિત છે.
આ વાતને કન્ફર્મ કરતા કપિલના કો-સ્ટાર અર્ચના પૂરણ સિંહે જણાવ્યું કે, જી હા, હાલ ૨૪ જૂન પછી અમને શૂટિંગ કરવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે. જાકે મને લાગે છે કે અમારે હજુ થોડા દિવસ રાહ જાવી પડશે એક ફાઇનલ કન્ફર્મેશન માટે. ઘણા મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને દરેક નાની વાતને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમારી ટીમ ઘણી ખુશ છે આ પોઝિટિવ ન્યૂઝ સાંભળીને. અમે બધા શૂટિંગ કરવા માટે રાહ જાઈ રહ્યા હતા અને હવે ટૂંક સમયમાં અમારી રાહનો અંત આવશે.
તેણે આગળ જણાવ્યું કે, લોકડાઉન જાહેર થયા પહેલાં પણ પ્રોડક્શન ટીમ સેફ્ટીનું પૂરું ધ્યાન રાખતી હતી. અત્યારે સ્થતિ વધુ ખરાબ છે પણ અમે સાવધાની રાખવામાં જરાપણ લાપરવાહી નહીં રાખીએ. સેફ્ટી અને ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને શૂટિંગ શરૂ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.