ફિલ્મફેર ઓટીટી અવોડ્‌ર્સ ૨૦૨૦ઃ નીના ગુપ્તા, સીમા પાહવા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ફિલ્મફેરે પોતાના પહેલા ઓવર ધ ટોપ અવોડ્‌ર્સની જાહેરાત કરી છે, જેમાં દીપક કુમાર મિશ્રાના ડિરેક્શન તથા વાઈરલ ફીવરના પ્રોડક્શન હેઠળ બનેલી કોમેડી સીરિઝ ‘પંચાયત’ની બોલબાલા રહી. એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થયેલી આ વેબ સિરીઝ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તથા રઘુવીર યાદવને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો. આ સિરીઝને બેસ્ટ કોમેડી સિરીઝનો અવોર્ડ પણ મળ્યો છે.
મુંબઈમાં શનિવાર, ૧૯ ડિસેમ્બરના રોજ યોજાયેલા અવોર્ડમાં નવાઝુદ્દીન સિદ્દીકી, મનોજ બાજપેયી, મૌની રોય, જયદિપ અહલાવત, જેનિફર વિન્ગેટ, રાજકુમાર રાવ, તૃપ્તી દિમરી, ટિસ્કા ચોપરા, અમૃતા ખાનવિલકર, અલાયા ફર્નિચરવાલા જાેવા મળ્યાં હતાં. પહેલી ઓગસ્ટ, ૨૦૧૯થી ૩૧ જુલાઈ, ૨૦૨૦ દરમિયાન રિલીઝ થયેલી સિરીઝ અથવા ફિલ્મને અવોર્ડ શો માટે ધ્યાનમાં લેવામાં આવી હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.