ફિલ્મ ‘બુલબુલ’નો ફર્સ્ટ લુક રિલીઝ, ૨૪ જૂને નેટ ફ્લક્સ પર સ્ટ્રીમ થશે
મુંબઇ,
એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેનું પ્રોડક્શન હાઉસ હેઠળની નવી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. તેની નેટ ફ્લક્સ ઓરિજિનલ ફિલ્મ ‘બુલબુલ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પરની વેબ સિરીઝ પાતાલ લોકની સફળતા બાદ હવે આ અનુષ્કાનું નવું પ્રોડક્શન છે. ફિલ્મનો ફર્સ્ટ લુક અનુષ્કાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
અનુષ્કાએ ટીઝર શેર કરી લખ્યું કે, આ રહ્યો બુલબુલનો ફર્સ્ટ લુક, પ્રેમ અને મિસ્ટરીથી વણાયેલ સેલ્ફ ડિસ્કવરી, જ સ્ટસની સ્ટોરી. નેટફ્લક્સ પર જલ્દી આવી રહી છે. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ હેઠળ બનેલ આ ફિલ્મમાં અવિનાશ તિવારી, તૃપ્ત ડિમરી અને રાહુલ બોસ લીડ રોલમાં છે.