બનાસકાંઠામાં કોંગ્રેસને બળવાનો ડર, પાલનપુર અને દાંતાના ઉમેદવારને ફોનથી જાણ કરી

ફિલ્મી દુનિયા

મહેશ પટેલની પાછલા કેટલાય સમયથી ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસે ટેલિફોનિક સૂચના આપીને સતત બે ટર્મથી પાલનપુર વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા મહેશ પટેલને ત્રીજી વાર ટિકિટ આપી છે. જોકે ઓફિશિયલી જાહેરાત હવે કરાશે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા જણાવ્યું હતું કે “મને ઓફિશિયલી પાર્ટી એ કોઈ સૂચના આપી નથી.” ઉલ્લેખનિય છેકે “પાલનપુર વિધાનસભામાં 12 દાવેદારોએ કોંગ્રેસ પાસે ટિકિટની દાવેદારી કરી હતી. આર.ડી. જોશી, રવિરાજ ગઢવી, લક્ષ્મીબેન કરેણ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા હતા.

તેવામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર ન આવી જાય તેવા ડરથી પાલનપુર ધારાસભ્ય અને દાંતાના ધારાસભ્યને પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ફોન કરીને ટિકિટ આપી હોવાની જાણ કરી છે. પાર્ટી એ પૂછ્યું કે ટિકિટ આપશો તો લડશો? તો મેં હા પાડી છે. એમ મહેશ પટેલે કહ્યું છે.બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ એ હજુ સુધી દિયોદર, કાંકરેજ, ધાનેરા, વડગામ, થરાદ કે વાવમાં ટિકિટ જાહેર કરી નથી. માત્ર પાલનપુર અને દાંતામાં વર્તમાન ધારાસભ્યોને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વાવમાં ગેનીબેનના બેઠક બદલવાની અફવા વચ્ચે ગેનીબેન એ પોતે ત્યાં જ લડવાના છે તેવો ખુલાસો કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.