ફેને પોતાના લોહીથી બનાવ્યું અભિનેતા સોનુ સૂદનું ચિત્ર

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ અભિનયની સાથે સાથે પોતાના સામાજિક કાર્યોને કારણે પણ ઓળખાય છે. સોનુ સૂદે કોરોનાકાળમાં અનેક લોકોની મદદ કરી હતી અને આજે પણ તેના ઘરની બહાર ઘણાં લોકો મદદ માટે ઉભા હોય છે. સોનુ સૂદ શક્ય હોય તેટલા લોકોની મદદ કરે છે. લોકો તેને મસીહા તરીકે પણ ઓળખે છે. તાજેતરમાં જ સોનુ સૂદનો આભાર વ્યક્ત કરવા માટે એક પ્રશંસકે તેને ખાસ ભેટ પણ આપી હતી. પરંતુ સોનુ સૂદે આ ભેટ સ્વીકાર્યા પછી એક ખાસ ટિપ્પણી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે એક ફેને સોનુ સૂદને પોતાના લોહીથી બનાવવામાં આવેલી એક તસવીર ગિફ્ટમાં આપી હતી.

આ સિવાય તેણે દાવો કર્યો કે તે સોનુ સૂદ માટે પોતાનો જીવ પણ આપી દેવા માટે તૈયાર છે. સોનુએ આભાર તો વ્યક્ત કર્યો પરંતુ વિનંતી કરી કે, આ પ્રકારે મારી તસવીર બનાવવા કરતા તમારે લોહીનું દાન કરવુ જાેઈતુ હતું. સોનુ સૂદે શુક્રવારના રોજ પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. સોનુ સૂદે જે વીજિયો રિટિ્‌વટ કર્યો તેમાં જાેઈ શકાય છે કે, તે આર્ટિસ્ટ મધુ ગુર્જર સાથે મળી રહ્યો છે અને તેમણે એક તસવીર પકડી છે. વીડિયોમાં સોનુ સૂદ કહી રહ્યો છે કે, આ અત્યંત પ્રતિભાશાળી કલાકાર છે. ભાઈએ મારા માટે તસવીર બનાવી છે પણ લોહીથી. બસ તમે આ વાત ખોટી કરી. તમારે લોહીથી તસવીર નહોતી બનાવવી જાેઈતી. આ સાંભળીને તેમણે કહ્યું કે, તમારા માટે હું મારા જીવનું પણ બલિદાન આપી શકુ છું. અન્ય એક વ્યક્તિએ કહ્યું, તમે ઈશ્વરતી કમ નથી.

આસપાસ હાજર લોકો જ્યારે લોહીથી તૈયાર કરવામાં આવેલી તસવીરનો બચાવ કરી રહ્યા હતા ત્યારે સોનુ સૂદે કહ્યું કે, હું સમજી શકુ છું, પણ લોહી કેમ. આના કરતા તમે રક્તદાન કર્યુ હોય તો? વીડિયોના અંતમાં સોનુ સૂદે દર્શકોને અપીલ કરી કે આ કલાકારને સપોર્ટ કરવામાં આવે. આ વીડિયો શેર કરતાની સાથે પણ સોનુ સૂદે ફરી પોતાની વાતનું પુનરાવર્તન કર્યુ હતું. તેણે લક્યું કે, રક્તદાન કરો મારા ભાઈ, મારી તસવીર બનાવીને વેસ્ટ ના કરો. ખૂબ ખૂબ આભાર. વર્ક ફ્રંટની વાત કરીએ તો સોનુ સૂદ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજમાં જાેવા મળ્યો હતો. હવે તે તમિલ ફિલ્મ ્‌રટ્ઠદ્બૈઙ્મટ્ઠટ્ઠિજટ્ઠહમાં જાેવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.