ભાવુક થયેલી અનુષ્કા શર્માએ કહ્યું હંમેશા સાથે છું
મુંબઈ, એશિયા કપ ૨૦૨૨માં વિરાટ કોહલી પોતે અને તેના ફેન્સ જે ઘડીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તે પૂરી થઈ હતી. વિરાટ કોહલીએ ગુરુવારે રમાયેલી અફઘાનિસ્તાન સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ૭૧મી સદી ફટકારી છે. આ સાથે જ વિરાટ કોહલીએ ટી૨૦ ઈન્ટરનેશનલની પહેલી સદી મારી છે. વિરાટ કોહલીએ ૬૧ બોલમાં ૧૨૨ રન ફટકાર્યા હતા. વિરાટે ૧૦૨૦ દિવસ પછી સદી ફટકારતાં તેના ફેન્સ ઘેલમાં આવી ગયા છે. વિરાટ કોહલીની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા હંમેશા તેના સપોર્ટમાં ઊભી રહી છે. વિરાટ કોહલીએ સદી ફટાકરતાં અનુષ્કા શર્માએ સ્પેશિયલ નોટ સાથે પતિ પર ગર્વ અનુભવતી હોવાનું જણાવ્યું છે.
વિરાટ કોહલીએ સદીનો શ્રેય પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકાને આપ્યો હતો. ત્યારે અનુષ્કાએ પણ સદી ફટકાર્યા પછીના વિરાટના સેલિબ્રેશનની તસવીરો શેર કરતાં લખ્યું, દરેક પરિસ્થિતિમાં તારી સાથે છું? અનુષ્કાની આ પોસ્ટ પર વિરાટ કોહલીએ પણ હાર્ટ ઈમોજીથી પ્રતિક્રિયા આપી છે. સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષે મને ઘણું શીખવ્યું છે. એક મહિનામાં હું ૩૪ વર્ષનો થઈ જઈશ. એટલે જ આ સદી મારા માટે ખાસ છે. મેં સદી ફટકાર્યા પછી સેલિબ્રેશનના ભાગરૂપે મારી વીંટીને ચૂમી હતી. તમે મને અહીં ઊભેલો જાેઈ રહ્યા છો કારણકે મને અહીં સુધી પહોંચાડવામાં એક વ્યક્તિએ ખૂબ મદદ કરી છે અને તે અનુષ્કા છે. આ સદી હું અનુષ્કા અને અમારી નાનકડી દીકરી વામિકાને સમર્પિત કરું છું.
” ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ૬૧ બોલમાં ૧૨ ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને ૧૨૨ રન કર્યા હતા. વિરાટ કોહલીએ સદી ફટકારતાં ચારેબાજુથી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને સૌનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, “એશિયા કપ અભિયાન દરમિયાન પ્રેમ અને સાથ આપવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર. અમે વધુ મજબૂતાઈથી પાછા ફરીશું. ફરી મળીએ ત્યાં સુધી. વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા હાલ આગામી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ના શૂટિંગ માટે યુકેમાં છે. અનુષ્કા શર્મા આ ફિલ્મમાં મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીના રોલમાં છે. આ બાયોપિક દ્વારા અનુષ્કા લગભગ ચાર વર્ષ પછી ફિલ્મી પડદે વાપસી કરી રહી છે. છેલ્લે તે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી.